અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ, નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનશે
ઉત્તર ઝોનના નરોડા પાટિયા ખાતે બ્રિજ બનાવવાની દરખાસ્ત છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 20 જેટલા ઓવરબ્રિજ બનાવવા આયોજન કરવામાં આવ્યું
રૂ. 165 કરોડના ખર્ચે ત્રણ વર્ષમાં ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ જશે
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શહેરનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી બનવા જઈ રહ્યો છે. આ ઓવરબ્રિજ 2.5 કિલોમીટર લાંબો હશે. વર્ષ 2025 સુધીમાં આ ફ્લાય ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ જશે.
આ બ્રિજ રૂ. 165 કરોડના ખર્ચે નરોડા પાટિયા જંક્શનથી નરોડા ગેલેક્ક્ષી ક્રોસ રોડ સુધી બનશે. જે ત્રણ નરોડા પાટિયા જંકશન, નરોડા દેવી સિનેમા અને નરોડા ગેલેક્સી ક્રોસ રોડ ત્રણ જંક્શન ઉપરથી આ બ્રિજ પસાર થશે.