July 22, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં અમદાવાદ આખુ ધણધણી ઉઠયું હતું. જેનો ૧૪ વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદો આવ્‍યો

વર્ષ ૨૦૦૮માં ગુજરાતના અમદાવાદ સીરીયલ બ્‍લાસ્‍ટ કેસમાં સ્‍પેશ્‍યલ કોર્ટે આરોપીઓની સજા સંભાળવી છે. કોર્ટે ૪૯ આરોપીઓમાંથી ૩૮ને ફાંસીની સજા અને ૧૧ આરોપીઓને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે.
સીરીયલ બ્‍લાસ્‍ટ કેસના આરોપીઓને UAPA એકટ હેઠળ ફાંસીની સજા સંભળાવી છે. ભારતના ઇતિહાસમાં એવું પ્રથમવાર થશે જ્‍યારે એક કેસમાં ૩૮ લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે.
દોષિતોને વર્ચ્‍યુઅલ રીતે રજૂ કરવામાં આવ્‍યા હતા અને જયારે કોર્ટે તેમને મૃત્‍યુદંડની સજા સંભળાવી ત્‍યારે દોષિતો જુદી જુદી જેલમાં બેઠા હતા. જયારે અન્‍ય ૧૧ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી આ સાથે કોર્ટે મૃતકના પરિજનોને ૧ લાખનુંᅠવળતરᅠચૂકવવાનો આદેશ કરાયો છે. તેમજ બ્‍લાસ્‍ટ કેસમાં ઈજાગ્રસ્‍ત થયેલા લોકોને ૫૦ હજાર રૂપિયાᅠવળતરᅠચૂકવવા તેમજ સામાન્‍ય ઈજા પહોંચી હોય તેઓને ૨૫ હજારનુંᅠવળતરᅠચૂકવવાનો આદેશ કર્યો છે. ૮ ફેબ્રુઆરીએ વિશેષ અદાલતે તમામને દોષિત ઠેરવ્‍યા હતા. જયારે ૨૮ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ મામલામાં સ્‍પેશિયલ કોર્ટમાં ૧૩ વર્ષથી સુનાવણી ચાલી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્‍બ બ્‍લાસ્‍ટ કેસમાં આરોપીઓને UAPA એક્‍ટ હેઠળ દોષિતોને સંભળાવાઈ સજા સંભળાવવામાં આવી છે. જેમાં કોર્ટે આરોપીઓને આરોપીઓને ૨.૮૫ લાખનો દંડ ફટકર્યો છે. જયારે આરોપી.નંબર ૦૭ ને ૨.૮૮ લાખનો દંડ ફટકર્યો છે. કોર્ટે આદેશ કર્યો કે દંડની રકમમાંથી મૃતકો અને ઘાયલોનેવળતરᅠચૂકવાશે.
અમદાવાદ સિરિયલ બ્‍લાસ્‍ટમાં ૭૮ આરોપીઓ હતા. બાદમાં એક આરોપી સરકારી સાક્ષી બન્‍યો હતો. જેના કારણે કુલ ૭૭ આરોપી બનાવવામાં આવ્‍યા હતા. ૧૩ વર્ષના લાંબા ટ્રાયલ દરમિયાન ૧,૧૬૩ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્‍યા હતા. પોલીસ અને કાયદાકીય એજન્‍સીઓએ ૬ હજારથી વધુ પુરાવા રજૂ કર્યા હતા.
૬,૭૫૨ પાનાના ચુકાદામાં અમદાવાદની સ્‍પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલે ૪૯ આરોપીઓને દોષિત ઠેરવ્‍યા હતા, જયારે પુરાવાના અભાવે ૨૮ને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પહેલીવાર છે જયારે એક સાથે ૪૯ આરોપીઓને આતંકવાદના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્‍યા છે. દોષિતોને IPC કલમ ૩૦૨ (હત્‍યા) અને UAPA હેઠળ દોષિત ઠેરવવામાં આવ્‍યા છે.
૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં સાંજે ૬.૪૫ કલાકે પ્રથમ બોમ્‍બ વિસ્‍ફોટ થયો હતો. બ્‍લાસ્‍ટ મણિનગરમાં થયો હતો. મણિનગર એ તત્‍કાલિન મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીનો મતવિસ્‍તાર હતો. આ પછી ૭૦ મિનિટ સુધી ૨૦ વધુ બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયા. આ વિસ્‍ફોટોમાં ૫૬ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ૨૦૦૨માં ગોધરાકાંડનો બદલો લેવા ઈન્‍ડિયન મુજાહિદ્દીન દ્વારા આ બોમ્‍બ વિસ્‍ફોટો કરવામાં આવ્‍યા હતા.
આતંકવાદીઓએ ટિફિનમાં બોમ્‍બ મૂકીને સાઇકલમાં મુક્‍યો હતો. આ વિસ્‍ફોટો ભીડ અને બજારના સ્‍થળોએ થયા હતા. આ વિસ્‍ફોટોમાં ઈન્‍ડિયન મુજાહિદ્દીન અને સ્‍ટુડન્‍ટ્‍સ ઈસ્‍લામિક મૂવમેન્‍ટ ઓફ ઈન્‍ડિયા સાથે સંકળાયેલા આતંકવાદીઓ સામેલ હતા. વિસ્‍ફોટોની ૫ મિનિટ પહેલા આતંકવાદીઓએ ન્‍યૂઝ એજન્‍સીઓને એક મેઈલ પણ મોકલ્‍યો હતો જેમાં લખ્‍યું હતું કે, ‘તમે જે ઈચ્‍છો તે કરો. રોકી શકો તો રોકો.’

Related posts

સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ સામે નોટિસ ઈસ્યુ કરી

Ahmedabad Samay

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

કડી વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

ગાંધીનગરમાં BJP દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

Ahmedabad Samay

બગોદરામાં બોગસ તબીબ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો