September 18, 2024
ગુજરાત

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ ૧૪૬મી રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા

૧૪૬ મી રથયાત્રા પૂર્વે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ગઈ કાલે જ મંદિરમાં પોહચી પૂજા અને આરતિવિધીનો લાભ લીધો હતો, આજે સવારે ૭ વાગે રથયાત્રા પહિંદવિધિ બાદ ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી દ્વારા ગુજરાતના તમામ નાગરીકોને અષાઢી બીજની શુભેચ્‍છા પાઠવી હતી.

ગુલાબીવઘામાં નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગર ચર્યાએ નીકળ્‍યા તે પહેલા મંદિરમાં વહેલી સવારથી ધાર્મિક વિધિ શરૂ થયેલ, કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવેલ. મુસ્‍લિમ સમાજના દ્વારા પણ રથ યાત્રામાં શાંતિ રહે તેવી દુવા માંગવામાં આવી હોવાનું અને સારંગપુરમાં મુસ્‍લિમ સમાજ દ્વારા તેલના ડબ્‍બા પ્રસાદ માટે આપ્‍યા હતા પોલીસ કમિશનર પ્રેમવિરસિહ, એડી.સીપી નીરજ બડ ગુજ્જરના માર્ગ દર્શન હેઠળ કોમી એકતા માટે અદભુત પ્રયાસ કરી ગૃહ મંત્રીએ જેની નોંધ લીધી તેવા ડીસીપી જયદીપસિહ જાડેજા દ્વારા જણાવાયું છે.એસીપી અજયસિંહ જાડેજા ટીમની જહેમત રંગ લાવી છે.

 

૪:૪૪એ ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાયો હતો. જગન્નાથ મંદિરના દ્વારે ભકતોની ભારે ભીડ જોવા મળી છે.

૫:૩૦એ ભગવાન જગન્‍નાથને રથમાં બેસાવડવામાં આવ્‍યા હતા. જેની ૫ મિનિટ બાદ બહેન સુભદ્રાને રથમાં બેસાડવામાં આવ્‍યા હતા. ૫:૫૦એ ભાઇ બલરામને પણ રથમાં બેસાડવામાં આવ્‍યા હતા. આ સાથે જ ૬:૪૫એ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ જગન્નાથ મંદિર આવી પહોંચ્‍યા હતા અને ૭ વાગ્‍યે મુખ્‍યમંત્રીએ પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

Related posts

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

Ahmedabad Samay

૧૦મી નવેમ્‍બરે ભાજપની પહેલી યાદી આવી શકે છે.

Ahmedabad Samay

મોટર સાયકલની નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

પીયૂસી ના નવા ભાવ જાહેર, ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

મોંઘવારીનો આંક પહોંચ્યો ૭.૩૯ ટકાએ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો