August 7, 2026
દેશ

હિજાબ મામલે કોર્ટે આપ્યો ચુકાદો,સ્‍કુલ યુનિફોર્મ લાગુ થવો એ યોગ્‍ય છે, જેના પર વિદ્યાર્થી મનાઇ કરી શકે નહિ

કર્ણાટક હાઇકોર્ટ હિજાબ વિવાદ પર તેમના ચુકાદામાં કહ્યું છે કે હિજાબ ઇસ્‍લામનુ અભિન્‍ન અંગ નથી. એવામાં કોર્ટે દરેક અરજીઓ રદ્દ કરી દીધી છે. કર્ણાટક હાઇકોર્ટે હિજાબ વિવાદની સુનાવણી ગયા મહિને જ પૂરી કરી લીધી હતી. આ મામલેની સુનાવણી પૂર્ણ પીઠે કરી હતી. જેમાં મુજબ ન્‍યાયાધીશ રિતુરાજ અવસ્‍થી, ન્‍યાયમૂર્તિ જે એમ ખાજી અને ન્‍યાયમૂર્તિ કૃષ્‍ણ એમ દિક્ષિત પણ સામેલ છે.

ત્રણ જજોની પીઠે આજે આ અંગે નિર્ણય આપી દીધો છે. કર્ણાટક હાઇકોર્ટે શૈક્ષણિક સંસ્‍થાનોમાં હિજાબ પર પ્રતિબંધને પડકારતી અરજીઓને ફગાવી દિધી છે. કોર્ટે કહ્યું કે, હિજાબ પહેરવું ઇસ્‍લામમાં એક જરૂરી ધાર્મિક પ્રથા નથી. કોર્ટે કહ્યું કે, સ્‍કુલ યુનિફોર્મ લાગુ થવો એ યોગ્‍ય છે, જેના પર વિદ્યાર્થી મનાઇ કરી શકે નહિ.
૯ ફેબ્રુઆરીએ રચના કરવામાં આવેલી પીઠે છેલ્લા બે સપ્‍તાહમાં દિન-પ્રતિદિનના આધાર પર હિજાબ પહેરવાની મંજુરી માંગતી અરજીઓ પર સુનાવણી કરવામાં આવી. ૧૦ ફેબ્રુઆરીએ ઉચ્‍ચ ન્‍યાયાલયે એક વચગાળાનો આદેશ આપવામાં આવ્‍યો હતો કે છાત્રાઓએ સુનાવણીના અંત સુધી વર્ગોમાં કોઇ પણ ધાર્મિક પોષાક પહેરવો જોઇએ નહિ. ૨૩ ફેબ્રુઆરીએ આ આદેશને સ્‍પષ્‍ટ કરવામાં આવ્‍યો અને કહ્યું કે, આ દરેક ડિગ્રી અને પી.યુ. કોલેજોમાં ડ્રેસ કોડ પર લાગુ થાય છે.
હિજાબ વિવાદમાં યુવતીઓએ વકીલ અનસ તનવીરે કર્ણાટક હાઇકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કહેવામાં આવી છે. નિર્ણયના તરત બાદ તેઓએ ટ્‍વીટ કરીને કહ્યું કે, ‘ઉડ્ડપીમાં હિજાબ મામલે તેમના સાક્ષીઓને મળ્‍યો. અમે ટુંક સમયમાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવીશું. આ યુવતીઓ હિજાબ પહેરવાના તેમના અધિકારોનો ઉપયોગ કરીને શિક્ષણ ચાલુ રાખશે. આ યુવતીઓએ કોર્ટ અને સંવિધાન પાસેથી આશા છોડી નથી.’
કોર્ટે ચુકાદો આપતા પહેલા હિજાબ સાથે જોડાયેલા ત્રણ સવાલોના જવાબ  આપ્‍યા.

પ્રથમ પ્રશ્ન શું ઇસ્‍લામ ધર્મમાં હિજાબ પહેરવો અનિવાર્ય પ્રથા છે ? કોર્ટે કહ્યું કે, મુસ્‍લિમ મહિલાઓને હિજાબ પહેરવો ઇસ્‍લામમાં અભિન્‍ન અંગ નથી કે ધાર્મિક રિવાજ નથી.

બીજા પ્રશ્નમાં શું અભિવ્‍યકિતની સ્‍વતંત્રતા અને નિજતાના અધિકાર હેઠળ હિજાબ પહેરવો ઇસ્‍લામ ધર્મમાં આવશ્‍યક ધાર્મિક પ્રથા છે ? કોર્ટે જવાબમાં કહ્યું કે, શાળા યુનિફોર્મ નક્કી કરવા પર વિદ્યાર્થીઓ મનાઇ કરી શકે નહિ.

ત્રીજા પ્રશ્નમાં શું ૫ ફેબ્રુઆરીએ જીઓ મન વગર અને સ્‍પષ્‍ટપણે મનમાની કરીને બહાર પાડવામાં આવ્‍યો હતો ? કોર્ટે જવાબમાં કહ્યું કે, સરકાર પાસે આદેશ જારી કરવાની સત્તા છે.

 

Related posts

અલલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, લાઉડ સ્પીકર વડે અઝાન પર પ્રતિબંધ યોગ્ય.

Ahmedabad Samay

બેંગલુરુ-આસામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પટરી પરથી ઉતરી

Ahmedabad Samay

તાપસી ફિલ્મ “રશ્મિ રોકેટ” માટે કરી રહી છે વર્કઆઉટ

Ahmedabad Samay

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વિકાસ દુબેએ પોલીસ સમક્ષ કર્યુ આત્મસમર્પણ

Ahmedabad Samay

દિલ્હી સ્‍પેશિયલ સેલે ISI દ્વારા સંચાલિત શહઝાદ ભટ્ટી મોડ્‍યુલના ૯ સક્રિય સભ્‍યોની ધરપકડ કરીને,

Ahmedabad Samay

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ જાહેર,અમદાવાદમાં રમાશે ભારત પાકિસ્તાન મેચ,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો