February 9, 2025
તાજા સમાચારદેશરમતગમત

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ જાહેર,અમદાવાદમાં રમાશે ભારત પાકિસ્તાન મેચ,

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ સત્તાવાર રીતે જાહેર થયું છે. આજે બીસીસીઆઇએ વર્લ્‍ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. વર્લ્‍ડ કપ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત ભારત અને પાકિસ્‍તાન મેચને લઈને છે, આ બન્ને કટ્ટર હરીફ દેશો ૧૫ ઓક્‍ટોબરે મેચ રમશે.

રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્‍ડીયા વર્લ્‍ડ કપમાં અલગ અલગ ઠેકાણે કુલ ૯ મેચ રમશે.

ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે, જયારે સમગ્ર વર્લ્‍ડ કપ ભારતમાં જ રમાશે. અગાઉ ભારત સંયુક્‍તપણે ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧માં વન ડે ક્રિકેટ વર્લ્‍ડ કપની યજમાની કરી ચૂક્‍યું છે.

ભારત વર્ષ ૨૦૧૧ બાદ પહેલી વખત વન ડે વર્લ્‍ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે. ૫ ઓક્‍ટોબર ૨૦૨૩થી ભારતમાં વર્લ્‍ડ કપનો પ્રારંભ થશે જેમાં ૧૦ ટીમો ભાગ લેવાની છે જેમાંથી આઠ ટીમો ફિક્‍સ છે, જયારે બે ટીમોનો નિર્ણય હાલમાં ચાલી રહેલી ક્‍વોલિફાયર ટુર્નામેન્‍ટથી નક્કી થશે, જેમાં બે વખતની વર્લ્‍ડ ચેમ્‍પિયન વિન્‍ડિઝ અને એક સમયની વર્લ્‍ડ ચેમ્‍પિયન શ્રીલંકાની ટીમ રમી રહી છે.

ભારત-પાકિસ્‍તાનની મેચ ૧૫ ઓક્‍ટોબરે અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં યોજાવાની છે, પરંતુ પાકિસ્‍તાને પણ તેની સામે વાંધો ઉઠાવ્‍યો હતો. હવે જોવાનું એ છે કે પાકિસ્‍તાનની માગણીઓને સ્‍વીકારવામાં આવી છે કે નકારી કાઢવામાં આવી છે.

ભારત તેની પ્રથમ મેચ ૧૨ ઓક્‍ટોબરે ઓસ્‍ટ્રેલિયા સામે રમશે.

વર્લ્‍ડ કપની ફાઈનલ અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં રમાશે, જયારે બે સેમીફાઇનલમાંથી એક મુંબઈના વાનખેડે સ્‍ટેડિયમ અને બીજી કોલકાતાના ઈડન ગાર્ડન સ્‍ટેડિયમમાં રમાશે.

વર્લ્‍ડકપમાં ભારતના મેચો

ભારત  વિરુદ્ધ ઓસ્‍ટ્રેલિયા- ૮ ઓક્‍ટોબર, ચેન્નાઈ

ભારત વિરુદ્ધ અફદ્યાનિસ્‍તાન – ૧૧ ઓક્‍ટોબર, દિલ્‍હી

ભારત વિરુદ્ધ પાકિસ્‍તાન – ૧૫ ઓક્‍ટોબર, અમદાવાદ

ભારત વિરુદ્ધ બાંગ્‍લાદેશ – ૧૯ ઓક્‍ટોબર, પુણે

ભારત વિરુદ્ધ ન્‍યુઝીલેન્‍ડ – ૨૨ ઓક્‍ટોબર, ધર્મશાલા

ભારત વિરુદ્ધ ઇંગ્‍લેન્‍ડ – ૨૯ ઓક્‍ટોબર, લખનઉ

ભારત વિરુદ્ધ ક્‍વોલિફાયર – ૨ નવેમ્‍બર, મુંબઇ

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – ૫ નવેમ્‍બર, કોલકાતા

ભારત વિરુદ્ધ ક્‍વોલિફાયર – ૧૧ નવેમ્‍બર, બેંગલુરુ

Related posts

આવું અનોખું હશે નવા સંસદ ભવન

Ahmedabad Samay

શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષમાં 10 લાખ કિલો માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો

Ahmedabad Samay

રજનીકાંત પહોંચ્યા લખનઉ, સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે ફિલ્મ જેલર

Ahmedabad Samay

લવ જેહાદ માટેના કાનૂન ને ઉત્તર પ્રદેશ કેબિનેટે અધ્યાદેશને આપી મંજૂરી

Ahmedabad Samay

WTC Final: છેલ્લા 23 વર્ષમાં ઇગ્લેન્ડમાં પાંચ ભારતીય ઓપનર્સે ફટકારી સદી, શું શુભમન રચી શકશે ઇતિહાસ

Ahmedabad Samay

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો