September 23, 2026
ગુજરાતરાજકારણ

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના કાર્યકરો BJP માં જોડાયા

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના અધ્યક્ષ તેમજ તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ,દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રણેતાશ્રી સી.આર.પાટીલ સાહેબ તેમજ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ જે રીતે દેશમાં અને રાજયમાં વિકાસની રાજનીતી અને સેવાકીય પ્રવૃતિના કાર્ય કરી રહ્યા છે તેનાથી પ્રેરાઇ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે ત્યારે આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની ગરીમાય ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ,પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા,પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી જંયતીભાઇ કવાડીયા સહિતના હોદેદારશ્રીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ અંખડ ભારત રાષ્ટ્રવાદી સેવા દળના અધ્યક્ષશ્રી પ્રવિણસિંહ સિંઘા તેમજ તેમના કાર્યકરો સહિત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા.

આ કાર્યક્રમમાં પ્રદેશમાં મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગુજરાતના 11 જીલ્લામાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદેદારશ્રીઓ, અખંડભારત રાષ્ટ્રવાદ સેવાદળનાશ્રી પ્રવિણભાઇ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.
આજે શહિદ દિન છે દેશ જયારે અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે દેશને આઝાદ કરાવવા અનેક યુવાનો આગળ આવ્યા હતા અને કેટલાય યુવાનોએ શહિદી વ્હોરી છે તે દરેક શહિદોને વંદન કરુ છું. આઝાદી પછી કોંગ્રેસની સરકારે અનેક વચનો આપ્યા દેશના ગામડા, ખેડૂતો, જરૂરિયાત લોકોને સમૃદ્ધ કરવાનું,ગરીબી દુર કરવાનું સ્વપ્ન દેખાડયુ પરંતુ કોંગ્રેસ પાર્ટી કોઇ કામ કર્યા નથી. ગુજરાતમાં પહેલી વાર તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાજપને મત આપવા હાંકલ કરી અને ગુજરાતને વિકાસથી સમૃદ્ધ કરવાનું વચન આપ્યુ હતું તે દિશામાં સરકાર સતત કામ કરતી આવી છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાએ સંબોધન કરતા જણાવ્યું કે, બટુકભાઇના પ્રયાસથી આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે તેમનું હું સ્વાગત કરુ છું.દેશના લોકોના ટેક્ષમાંથી જે યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી દીઠ સૌથી વધારે ટેન્ડર જાય ત્યાં ભારત તેરે ટુકડે હોંગે ઇન્સાહ અલાહ જેવા નારા લગાવવામાં આવે ભારતને ફરી એકવાર વિભાજીત કરીને દેશને તોડવાના સ્વપ્ન જોવાવાળા કેટલાક ગેરમાર્ગે દોરાયેલા જુવાનીયાઓના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં જાય ત્યારે તમે ગુજરાતના છો, ગુજરાતીઓના નસે નસમાં રાષ્ટ્રભક્તિ છે તમને ન ગમે તે સ્વભાવિક છે એટલા માટે આમ આદમી પાર્ટી મુકી અહીં આવ્યા છો તમારું હ્રદયથી સ્વાગત કરુ છું. આંતકવાદીઓના સમર્થનમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જાય અને અફઝલ હમ શર્મિદા હે તેરા કાતિલ ઝીંદા હે ના નારા લગાવતા જૂવાનિયાને પ્રોત્સાહન કરે અને કનૈયા કુમારનું જાહેરમાં વખાણ કરે અને શાબાશી આપે . આ બદલાયેલુ ભારત છે ભારતના દુશ્મનોને ભારત હવે માફ નહી કરે. આંતકવાદી હુમલા પહેલા થતાં હતા હવે ભારતનું સૈન્ય એર સ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રકાઇ કરે તેવું પોલીટીકલ વિલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું દેશમાં મોજુદ છે. આંતકવાદીઓને જે લોકો સમર્થન કરે છે તેમને કહેવા માગું છું કે તમે એમ કહેતા હો કે તુમ કિતને અફઝલ મારોંગે હમ હર ધર અફઝલ પેદા કરેંગે કહેવા વાળા સાંભળી લે તુમ જીતને અફઝલ પેદા કરલો હમ ચુન ચુન કર મારેંગે.શ્રી પ્રદિપસિંહએ વધુમાં જણાવ્યું કે. કેટલીક રાજકીય પાર્ટીઓ આપણા દેશને આઝાદી અપાવવા જે વિરક્રાંતિકારીઓએ શહિદી વ્હોરી છે ત્યારે તેમના બલિદાનને તે લોકો ભુલી ગયા છે.

આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી જયંતીભાઇ કવાડીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, બટુકભાઇ વડોદરિયાના પ્રયાસથી ગુજરાતમાં 11 જીલ્લાઓમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પક્ષ છોડી આજે ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યા છે તેમનું સ્વાગત કરુ છું.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે ગુજરાતમાં 182 બેઠકો જીતવા સંકલ્પ કર્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં ભાજપ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવા દરેક કાર્યકરને પ્રયાસ કરવા હાંકલ કરી.ભાજપનો કાર્યકર હંમેશા ચૂંટણી હોય કે ન હોય પરંતુ ગુજરાતની જનતા જનાર્દનની વચ્ચે રહી કામ કરે છે. આજે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસથી જોડાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દરેક નવા કાર્યકરોની કામ કરવાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરશે તેની હું ખાતરી આપુ છું.

શ્રી જનકભાઇ બગદાણાએ સંબોઘન કરતા જણાવ્યું કે, આજનો દિવસ ભારત દેશ માટે ખૂબ મહત્વનો છે. ભારતની આઝાદી માટે 1857 થી 1947 સુધી અનેક યુવાનોએ માતાઓએ પોતાની આહુતી આપી છે. આજના દિવસે આપણા ત્રણ વિરલાઓને અંગ્રેજોએ ફાંસીએ લટકાવ્યા હતા તે વિર શહિદોને નમન. આજે રાષ્ટ્રવાદની વિચારઘારાથી જોડાવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ભાજપામાં જોડાવવા બદલ અભિનંદન. ભાજપ રાષ્ટ્રવાદની વિચારઘારાથી કામ કરનારી પાર્ટી છે. દેશના વડાપ્રધાનશ્રીએ કયારેય જાતીવાદ અને પ્રાતંવાદને સમર્થન આપ્યુ નથી. ભાજપાનું લક્ષ્ય ચૂંટણી જીતી ગરીબ વ્યકિતને સમૃદ્ધ કરવાનું છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ, મહામંત્રીશ્રીઓ શ્રી રજનીભાઇ પટેલ, શ્રી પ્રદિપસિંહ વાઘેલા, ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી જયંતીભાઇ કવાડીયા, શ્રી જનકભાઇ બગદાણા, ઘારાસભ્યશ્રી મયુરભાઇ રાવલ, યુવા મોરચાના અધ્યક્ષશ્રી પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશના સહ પ્રવકતાશ્રીઓ શ્રી ભરતભાઇ ડાંગર, શ્રી ડો. રૂત્વીજ પટેલ, શ્રી હિતેન્દ્રભાઇ પટેલ, શ્રી બટુકભાઇ વડોદરિયા,શ્રી ગોપાલભાઇ રાદડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સરકારી નિયમ અને સોસિયલડીસ્ટેન્સ નો શ્રી રામ વાટીકા માં થયો પાલન

Ahmedabad Samay

ઇલેક્ટ્રિક વાહન પર સરકાર આપશે સબસીડી

Ahmedabad Samay

સેટેલાઇટમાં ચાલુ કારમાંથી પિસ્ટલ કાઢી લોકોને ડરાવતા સાહીલ ભરવાડ અને હરદેવની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી,

Ahmedabad Samay

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

કોરોના કાળમાં ગુજરાતમાં વધુ એક સંકટ, 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો