અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ મામલે વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા લાવી સારવાર અપાશે. આજવા ગામમાં આવેલી પાયોનિયર ગ્રૂપની ન્યૂ લાઈફ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. હોસ્પિટલમાં પથારી, તબીબો, નર્સિંગ સહિત સ્ટાફ તૈયાર કરાઈ છે. હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન અને વેન્ટિલેટરની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. શહેરના 42 તબીબોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલાતા વડોદરામાં સ્થિતિ બગડી શકે છે.
તો બીજી તરફ, વડોદરામા કોરોના ટેસ્ટીંગ વધારવા રાજ્ય સરકાર દ્વારા સૂચના અપાઈ છે. ખુલ્લેઆમ ફરતા કોરોના દર્દીઓને શોધી કાઢવા ટેસ્ટીંગ વધારવા આદેશ અપાયા છે. વડોદરામા રોજના 4 હજાર ટેસ્ટના બદલે હવે 5 હજાર ટેસ્ટ કરવામા આવશે. પોઝિટિવ દર્દીના સંપર્કમા આવેલા 10 થી 15 લોકોના ટેસ્ટ કરવા પણ સૂચના અપાઈ છે.