August 8, 2026
ગુજરાતરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

પાંચ રાજ્‍યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ગુજરાત તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કરશે તે ક્રમમાં તાજેતરમાં તેઓ બે દિવસની અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્‍યા હતા.                      ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદની મુલાકાતે છે અને વિવિધ લોકાર્પણો કરી રહ્યા છે તે દરમિયાન તેવા અહેવાલો મળી રહ્યા છે કે, વડાપ્રધાન મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગર આવી રહ્યા છે.

વડાપ્રધાન ૨૪મીએ જામનગરમાં યોજાનાર આયુષ મંત્રાલયના એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે અને તેઓ ત્‍યાં નિર્માણ પામનાર વૈશ્વિક સેન્‍ટરનો શિલાન્‍યાસ પણ કરશે. વડાપ્રધાનની મુલાકાત અંગેનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ટુંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવે તેવી શક્‍યતા છે. અત્‍યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે વડાપ્રધાનની આ મુલાકાત સુચક માનવામાં આવે છે. તેઓ આ મુલાકાત દરમિયાન સૌરાષ્‍ટ્રની સ્‍પર્શતી કેટલીક જાહેરાત કરે તેવી પણ શક્‍યતા છે.

Related posts

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી ઘટવા સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

અમદાવાદ પોલીસ ઉપર બે વર્ષમાં ૧૪૨ વાર હુમલાની ઘટના બની છે

Ahmedabad Samay

ગીતાબા ચાવડા દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયું,સુંદર કાર્યભાર બદલ ભાસ્કર ભટ્ટ દ્વારા જનસંપર્ક કાર્ય ખાતે મુલાકાત કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ – જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજવામાં આવી

Ahmedabad Samay

પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી

Ahmedabad Samay

અમદાવાદમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ સામે સવાલો, જાણો કેટલા નોંધાયા કેસો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો