અમદાવાદમાં રોગચાળાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આ કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યા છે. છેલ્લા 12 દિવસમાં મચ્છર અને પાણીજન્ય રોગો વધ્યા છે. 12 દિવસમાં કેટલાક કેસો ચિંતાજનક રીતે સામે આવતા આરોગ્ય વિભાગ સામે પણ કામગિરીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. સોલા સિવલ, અસારવા સિવિલ તેમજ અન્ય શહેરના હેલ્થ સેન્ટરો પર કેસો સામે આવી રહ્યા છે.
રોગચાળો વધતા આરોગ્ય વિભાગની કામગિરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 140 કેસો તો દક્ષિણ પશ્ચિમ ઝોન 104 કેસો નોંધાયા છે. પૂર્વ ઝોનમાં ડેન્ગુના – 111 કેસો આમ વિવિધ વિસ્તારોમાં ઝોન પ્રમાણે રોગચાળાના કેસો જોવા મળી રહ્યા છે.
કયા રોગના કેટલા કેસો
કોલેરા – 18 કેસો
ડેન્ગ્યુ – 246 કેસો
ઝાડા ઉલટી – 481 કેસો
કમળા – 73 કેસો
ટાઈફોઈડના – 313 કેસો
ઝોન પ્રમાણે રોગચાળાના કેસોની સંખ્યા
મધ્ય ઝોનમાં – 31 કેસો
પશ્ચમિ ઝોનમાં – 79 કેસો
ઉત્તર ઝોનમાં – 63 કેસો
પૂર્વ ઝોનમાં ડેન્ગુના – 111 કેસો
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 140
દક્ષિણ પશ્ચિમ ઝોન 104 કેસો
આરોગ્ય વિભાગે સક્રીય થઈને વધુ કામગિરી કરવાની જરુર છે. કેમ કે, ચોમાસામાં રોગનો ભરડો વધી શકે છે. ત્યારે આ બાબતે શહેરમાં મચ્છરજન્ય રોગચાળા અને પાણીજન્ય રોગચાળા મામલે અવેરનેસથી લઈને એક્શન લેવા સુધીની કામગિરી કરવી જરુરી છે.