August 7, 2026
ગુજરાત

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું

પીએમ મોદીએ મહાત્મા મંદિરમાં આયોજીત ગ્લોબલ આયુષ ઈન્વેસમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022માં શાનદાર સંબોધન કર્યું હતું. જેમાં વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટનું ઉદ્ધાટન કર્યા બાદ અનેક મોટી જાહેરાત પણ કરી છે. આ પ્રસંગે મોરેશિયસના PM પ્રવિન્દ જૂગનાથ અને WHOનાં વડા, CM ભુપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. એમણે કહ્યું કે હું આજે જે કંઈ છું તેમાં ભારતના શિક્ષકોનો હાથ છે. મારા શિક્ષકો ભારતીય છે. એમણે કહ્યું હું ગુજરાતી થઈ ગયો છું મારૂ નામ ગુજરાતી રાખો. મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમી પર ગુજરાતી નાતે તુલસીભાઈ નામ આપું છે. તુલસી એ પાંદડૂ છે દરેક પીઢીમાં તુલસીની સેવા થતી હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ કર્યું ગુજરાતીમાં સંબોધન

WHOના DG ડૉ . ટેડ્રોસે પોતાની સ્પિચ ગુજરાતીથી શરૂઆત કરી. તેમણે જણાવ્યું કે, મહાત્મા ગાંધીની ભૂમીમા આવીને ખુશી છે. પીએમ મોદી હંમેશા એક વિશ્વની વાત કરે છે. એનું ઉદાહરણ છે કે WHO નું પહેલું વૈશ્વિક કેન્દ્ર ગુજરાતમાં બની રહ્યું છે. નવું કેન્દ્ર WHO ની મેડિસિન સહિત ડેટા પર પણ કામ કરશે. પરંપરાગત પદ્ધતિથી ઉપચાર પર કામ થશે. આયુર્વેદ અને પંચકર્મ પદ્ધતિનો વ્યાપ વધશે. પરંપરાગત પદ્ધતિથી સારવારનો વૈશ્વિક વ્યાપ વધશે.

Related posts

પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામાં બાદ તેમની પુત્રીએ કરેલી ભાવુક પોસ્ટ થઇ વાયરલ

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ઇન્ફોર્મેશન વોરફેર પર 5-દિવસીય ઓનલાઈન કોર્સની જાહેરાત કરાઈ

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

આ સપ્તાહનો રાશિફળ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા. તા ૧૯થી ૨૫ એપ્રિલ ૨૦૨૧

Ahmedabad Samay

ધો. ૧૦-૧૨ પુરક પરીક્ષાનું પરિણામ ૧૨ વાગ્યે જાહેર કરવામાં આવશે, વોટ્સપ પર પણ જોઈ શકાશે રિઝલ્ટ

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો