September 22, 2026
ગુજરાતરાજકારણ

હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં જોરો શોરોથી જોડાશે

પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં સામેલ થશે. તેમણે થોડા દિવસો પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ ફગાવ્‍યુ હતું. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ હતા પણ ઉપેક્ષાના કારણે તેઓ લાંબા સમયથી નારાજ ચાલી રહ્યા હતાં.
હાર્દિક પટેલ ગાંધીનગર સ્‍થિત કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં ભાજપમાં સામેલ થશે. હાર્દિકનો પાર્ટીમાં સામેલ થવાનો કાર્યક્રમ ભાજપ ગ્રાન્‍ડ ઇન્‍વેટમાં બદલવા માંગે છે.
મળતી માહિતી મુજબ હાર્દિક સાથે ૧પ હજાર અન્‍ય લોકો પણ ભાજપમાં સામેલ થશે. હાર્દિકના ભાજપમાં સામેલ થવાને પાટીદાર રાજકારણ માટે અહમ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ર૦૧પ માં થયેલ પાટીદાર આરક્ષણ આંદોલનનો હાર્દિક મુખ્‍ય ચહેરો હતાં. કોંગ્રેસમાં તેમની એન્‍ટ્રી બાદ પાર્ટી માની રહી હતી કે તેમને પાટીદાર સમાજનું સમર્થન મળશે. પણ ર૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં અપેક્ષા મુજબના સારા પ્રદર્શન છતાં કોંગ્રેસ સત્તાથી દુર જ રહી હતી.
હવે તેમના ભાજપમાં જવા બાદ કોંગ્રેસ માટે ચૂંટણી પહેલા મોટો જાટકો છે. તે પહેલાથી જ સતત નેતાઓના પલાયન સામે ઝઝૂમી રહી છે. કે હાર્દિકને લઇને ભાજપ તરફથી  આધિકારીક જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ પાટીદાર આંદોલન દરમિયાન એક મામલામાં હાર્દિકને કોર્ટે રાહત આપી હતી. તેવામાં હાર્દિકનો ચૂંટણી લડવાનો રસ્‍તો પણ કલીયર થઇ ગયો છે. તેવામાં હાર્દિક ભાજપની ટીકીટ ઉપર વિધાનસભાની ચૂંટણી લડે તે પણ લગભગ નકકી જ છે.

Related posts

ભૂપેન્‍દ્ર પટેલ ચૂંટણી માટે પાર્ટીનો ચહેરો હશે: નરેન્દ્રભાઈ મોદી

Ahmedabad Samay

શાસ્ત્રો સાથે સહમત ન હોય તો હવે હથિયાર બતાવવાનો સમય છે

Ahmedabad Samay

અમદાવાદમાં આગામી માર્ચ મહિના સુધીમાં 5 ઇલેક્ટ્રિક વાહનો માટે હવે ચાર્જીંગ સ્ટેશન શરુ કરવામાં આવશે

Ahmedabad Samay

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો