અટલ બ્રિજને ટૂરિસ્ટ પ્લેસ બનાવવા માટે ટેન્ડર બહાર પડાશે. નવી ડિઝાઈન અને બ્રિજની મજબૂતાઈ વધારવામાં આવશે. ફિઝિકલ રીપોર્ટ માટે કન્સલ્ટન્ટને કામ પણ સોંપવામાં આવ્યું છે. જેથી શહેરનું હેરીટેજ સમાન જૂનું નજરાણું નવા સ્વરુપે જોવા મળશે.
અટલ બ્રિજ અમદાવાદનું નવું નજરાણું સાબિત થઈ રહ્યો છે. ત્યારે અટલ બ્રિજમાં મુલાકાતીઓની સંખ્યાને જોતા શહેરની શોભા અને હેરીટેજ સમાન એલિસ બ્રિજને પણ ટૂરિસ્ટ સ્પોટ બનાવવામાં આવશે. અમદાવાદમાં અનેક ફિલ્મોના શૂટિંગ આગામી સમયમાં થઈ રહ્યા છે ત્યારે હવે એલિસબ્રિજ પર પણ આગામી સમયમાં તેને વિકસાવાયા બાદ શૂટિંગો શરુ થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ બ્રિજને ડેવલપ કરવા માટે ડિઝાઈન કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરી એએમસીને મોકલવામાં આવી છે. જે ડિઝાઈનના આધારે જ બ્રિજને ડેવલપ કરવામાં આવશે. અગાઉ એલિસબ્રિજના ઇતિહાસની વાત કરીએ તો તેને તોડી પાડવા માટે નક્કી કરાયું હતું પરંતુ હેરીટેજ અને શહેરની ઓળખ બની ગયેલા આ બ્રિજને તોડવા મામલે ભારે વિરોધ થયો હતો. મીડિયાએ પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી અને આ નિર્ણય મોકૂફ રખાયો હતો. ત્યારે હવે 130 વર્ષથી પણ જૂનો આ બ્રિજ નવા સ્વરુપે નવી ડિઝાઈન સાથે જોવા મળશે. સાબરમતીની મધ્યમાં બનાવેલા આ બ્રિજ પરથી બન્ને બાજુ સાબરમતી નદી જોવા મળે છે.
બ્રિજ પર બેસી શકે તેવી વ્યવસ્થા કરાશે. બ્રિજની ડિઝાઈન એટ્રેક્ટિવ બનાવવામાં આવશે. અટલ બ્રિજની જેમ જ આ બ્રિજની પણ લોકો મોટી સંખ્યામાં મુલાકાત લેશે.