જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા ગત પર્યાવરણ દિવસ થી પર્યાવરણ સંરક્ષણ અભિયાન નું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 10000 છોડ લગાવાના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ સંરક્ષણ અભિયાન ના વડા નીરજ શુક્લા એ જણાવ્યું કે વટવા માં આવતા એક મહિના માં 5000 છોડ વાવીશું અને પ્રદુષણ માં હરણફાળ ઘટાડો થાય એવા ઉદેશ્ય થી વૃક્ષારોપણ કરવામાં આવશે. વટવા ઔદ્યોગિક ઝોન હોવાના કારણે પ્રદુષણ સતત વધતું રહે છે અને આ પ્રયાસ સફળ થશે તો એક ઘર એક વૃક્ષ નું આયોજન કરવામાં આવશે.