July 10, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

અમદાવાદના મેઘાણીનગર વિસ્‍તારમં રામકુમાર ઠાકુર અને ચારેય આરોપીઓ સાથે ઝપાઝપી થતા મૃતક દિવાલ કુદી ભાગવા જતા આરોપીઓએ ધક્કો દેતા નીચે પટકાતા મૃત્‍યુ પામ્‍યા હતા. બાદમાં આ ચારેય આરોપીઓએ ગળાનું સોનાનું લોકેટ અને 900 રૂપિયા લુંટી ફરાર થઇ ગયા હતા. પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી ત્રણ આરોપીને ઝડપી લીધા છે.

મેઘાણીનગર પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જેમના નામ જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધીવાત છે. બીજી ઓગસ્ટના રોજ મોડી રાતે મેઘાણીનગર વિસ્તારમાંથી મૃતક રામકુમાર ઠાકુર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓ જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધી અને સાહિલ સિંધીએ મૃતક રામકુમારને ઉભા રાખી ખિસ્સામાં પડેલા 900 રૂપિયા, ગળામાં પહેરલી સોનાનું લોકેટ સહિત વસ્તુઓની લુંટ ચલાવી હતી. જેમાં આરોપીઓ અને મૃતક વચ્ચે ઝપાઝપી થઈ હતી.

આ ઘટનામાં ભોગ બનનાર મૃતકે પોતાનો જીવ બચાવવા જતા ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પીછો કરી મૃતક જ્યારે દિવાલ કુદી રહ્યા હતા. ત્યારે ચારેય આરોપીઓએ મૃતકને ધક્કો મારતા મૃતક રામકુમારને માથાના ભાગ પર ઇજા પહોંચી હતી, અને રામકુમાર ઠાકુરનું મોત નીપજ્યું હતું, અને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

સ્થાનિકોએ રામકુમાર ઠાકુરનો મૃતદેહ જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જેમાં મેઘાણીનગર પોલીસે પ્રારંભિક તપાસમાં આકસ્મિક મોત નોંધીને મૃત્યુનું કારણ તપાસવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઇજા થયાના કારણે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું.

મેઘાણીનગર પોલીસ માટે પડકાર એ હતો કે મૃતક કોણ છે? મૃતક ઘટના સ્થળે કઈ પરિસ્થિતિમાં પહોંચ્યો? મૃતક સાથે શું ઘટના ઘટી હતી? મૃતકની હત્યા થઈ છે કે આકસ્મિક મોત છે? આવા તમામ સવાલોના જવાબ શોધવા માટે મેઘાણીનાગર પોલીસે રોડ પરના સીસીટીવી સ્થાનિકો સાથે પૂછપરછ શરૂ કરી, અને ટેકનોલોજી અને બાતમીદારો સાથે પૂછપરછ કરતા એક રીક્ષા ચાલક મળી આવ્યો હતો. જેણે મૃતક અને આરોપીઓ વચ્ચે થયેલ ઝઘડો જોયો હતો. જે આધારે વધુ તપાસ કરતા પોલીસ સામે આ જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધીવાત આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીઓએ લૂંટ અને હત્યાની કબૂલાત કરી હતી.

હત્યાની કબૂલાત સાથે આરોપીઓએ જણાવ્યું કે રૂપિયા માટે ચારેય આરોપીઓ લૂંટ કરી રહ્યા હતા તે દરમ્યાન ઝપાઝપી થતા મૃતકને રામકુમારને ધક્કો વાગતા મૃતકના માથાના ભાગે ગંભીર ઇજા થતાં રામકુમારનું મૃત્યુ નીપજયું હતું. જેમાં લૂંટની વારદાતને અંજામ આપવા જતા આધેડની હત્યા થઇ ગઇ

Related posts

શાહીબાગમાં સ્ટેટ મોનિટરિંગ સેલેની રેડ, નામચીન બુટલેગરોની 1,090 વિદેશી દારૂની બોટલો અને અંદાજિત કિંમત 1.40 લાખ રૂપિયાજપ્ત કર્યા

Ahmedabad Samay

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

Ahmedabad Samay

ગાંધીનગરમાં BJP દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – આ તો કેવી વ્યવસ્થા, ટાયર કિલર બંપ હોવા છતાં લોકોને રોંગ સાઈડ જતા રોકવાનો કિમીયો બેઅસર

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન ડિપાર્ટમેન્ટમાં આ સમસ્યાનો ઉકેલ, સ્પેશિયલ સ્પાઇન શૂઝ બનાવી આપવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ – બ્રેઇનડેડ રોશનભાઇના પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી હ્રદય બંને કિડની અને લીવરનું દાન, સિવિલમાં 123મું અંગદાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો