અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપ મામલે તત્કાલિન મહિલા પૂર્વના પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. આ મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પી લીધું હોવાની માહિતી મળી છે. સેનિટાઈઝર પી લેતા તેઓને તાત્કાલિક સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે પીઆઇ પોલીસને તપાસમાં યોગ્ય સહકાર આપી રહ્યા નથી.
ગીતા પઠાણ ઉપર આરોપ લાગ્યો છે કે, તેઓ હની ટ્રેપ ગેંગને મદદ કરતા હતા. સમગ્ર કેસ જોઈએ તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરતા અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના ત્રણ લોકોની ધરપકડ કરી હીતી. આ લોકોની પૂછપરછમાં ગીતા પઠાનનું નામ ખુલ્યું હતું.