September 22, 2026
તાજા સમાચારદુનિયારમતગમત

કેપ્ટન લિયોનેલ મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે FIFA worldcup ઇતિહાસનું ત્રીજું ટાઇટલ જીત્યું

કેપ્ટન લિયોનેલ મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે FIFA worldcup ઇતિહાસનું ત્રીજું ટાઇટલ જીતી લીધું હતું આ સાથે મેસીએ સેંકડો દેશવાસીઓનું અને તેનું પોતાનું પણ વર્લ્ડકપ જીતવાનું સપનું પૂરું કરી દીધું છે. પેનલ્ટી શૂટ આઉટમાં ફ્રાંસને 4-2થી પછાડીને ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે મેસી અને આર્જેન્ટિનાનાં ફેન્સ માટે આ ઉત્સવ સમો દિવસ છે.


કતારમાં વર્લ્ડ કપની ફાઈનલ લુસેલ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાઈ છે. કેપ્ટન લિયોનેલ મેસીએ મેચમાં આર્જેન્ટિનાને 1-0ની લીડ અપાવી હતી. તેણે 23મી મિનિટે પેનલ્ટી પર પહેલો ગોલ કર્યો હતો. ફ્રાન્સના ઓસમાને ડેમ્બેલે આર્જેન્ટિનાના એન્જલ ડી મારિયાને પેનલ્ટી બોક્સમાં નીચે લાવ્યો. તેની ભૂલ જોઈને રેફરીએ આર્જેન્ટિનાને પેનલ્ટી આપી હતી. પેનલ્ટી મળતા સેમીફાઇનલની જેમ કેપ્ટન મેસીએ ફરી કોઈ ભૂલ ન કરી અને બોલ સીધો ગોલપોસ્ટમાં નાખ્યો હતો આર્જેન્ટિનાએ પ્રથમ ગોલથી શરૂઆત કરી હતી.

આર્જેન્ટિના અને ફ્રાન્સ વધારાના સમયમાં પહોંચી ગયા હતા. નિર્ધારિત 90 મિનિટ સુધી મેચ 2-2 થી બરાબર રહી હતી. વધારાના સમયમાં દરેક 15 મિનિટના બે ભાગ થયા હતા. તેમાં પણ્ નિર્ણય ન આવતા ત્રણ મિનિટનો એકસ્ટ્રા ટાઈમ આપવામાં આવ્યો હતો. આખરે તેમાં પણ નિર્ણય ન આવતા પેનલ્ટીનાં આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો.

મેચના પહેલા હાફમાં લિયોનેલ મેસ્સી અને એન્જલ ડી મારિયાના ગોલને કારણે આર્જેન્ટિનાએ 2-0ની સરસાઈ મેળવી હતી. એવું લાગી રહ્યું હતું કે આર્જેન્ટિના આસાનીથી મેચ જીતી જશે જ્યારે કૈલિયન એમબાપ્પે 80મી અને 81મી મિનિટે બે ગોલ ફટકાર્યા હતા. તેના ગોલને કારણે ફ્રાન્સ મેચમાં પાછું ફર્યું.

આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાન્સ સામે બીજો ગોલ કર્યો હતો. એન્જલ ડી મારિયાએ 36મી મિનિટે બોલને ગોલ પોસ્ટમાં નાખ્યો હતો. ફ્રાન્સના ઉપમેકાનો બોલ પર કંટ્રોલ રહ્યો નહોતો. જેનો ફાયદો ઉઠાવી મેસ્સી બોલ મેકએલિસ્ટરને પાસ કર્યો હતો છે. મેકએલિસ્ટર બોલ ડી મારિયાને પાસ કર્યો હતો. અને ડી મારિયાએ કોઈ ભૂલ કરી નહોતી અને બોલ ગોલ પોસ્ટમાં ફેંકી દીધો હતો આ સાથે આર્જેન્ટિના ત્રીજો વર્લ્ડકપ જીતવા તરફ આગળ વધી ગયું હતું.

ફ્રાન્સ: હ્યુગો લોરિસ (ગોલકીપર, કેપ્ટન), જુલ્સ કુંડે, રાફેલ વરને, ડાયોટ ઉપમેકાનો, થિયો હર્નાન્ડેઝ, એન્ટોઈન ગ્રીઝમેન, ઓરેલિયન ચૌમેની, એડ્રિયન રેબિઓટ, ઓસમને ડેમ્બેલે, ઓલિવિયર ગિરોડ, કેલિયન એમબાપ્પે.

આર્જેન્ટિના: એમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), નાહુએલ મોલિના, ક્રિસ્ટિયન રોમેરો, નિકોલસ ઓટામેન્ડી, નિકોલસ ટાગ્લિયાફિકો, રોડ્રિગો ડી પોલ, એન્ઝો ફર્નાન્ડીઝ, એલેક્સિસ મેકએલિસ્ટર, એન્જલ ડી મારિયા, લિયોનેલ મેસ્સી (કેપ્ટન), જુલિયન અલ્વારેજ.

Related posts

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

ધાનેરા નાં ગુલ્લી બાજ 15 તલાટી ઓને નોટિસ ફ્ટકારી ખુલાસો માંગ્યો..

Ahmedabad Samay

શુ આપ જાણો છો શોર્ટ સ્કર્ટ પહેરવા છતા શામાટે ઠંડી નથી લાગતી યુવતીઓ ને ? વૈજ્ઞાનિકોએ કારણ શોધીકાળયુ

Ahmedabad Samay

ઓલિમ્પિક: વેટલિફ્ટરમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ મેળવ્યું

Ahmedabad Samay

વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે તેની 500મી મેચમાં 29મી ટેસ્ટ સદી પૂરી કરી

Ahmedabad Samay

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્‍યું કે વડા પ્રધાન મોદી તેમના કરતા ઘણા કઠોર વાટાઘાટકાર છે, જાણો ટ્રમ્પ અને મોદીજીના મુલાકાતની મહત્વપુર્ણ વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો