October 7, 2026
રમતગમત

બુહમરાએ મોટો રેકોર્ડ તોડીને ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચ્યો,બુમરાહે વિરોધી ટીમને ધ્વસ્ત કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૧૬મી પાંચ વિકેટ લીધી

જસપ્રીત બુમરાહએ દક્ષિણ આફ્રિકા સામેની કોલકાતા ટેસ્ટના પ્રથમ દિવસે પોતાની ઘાતક બોલિંગથી માત્ર ભારતીય ચાહકોના દિલ જ નથી જીત્યા, પરંતુ એક મોટો રેકોર્ડ તોડીને ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચ્યો છે. બુમરાહે વિરોધી ટીમને ધ્વસ્ત કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૧૬મી પાંચ વિકેટ લીધી.

આ ભવ્ય સિદ્ધિ સાથે, બુમરાહ SENA દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) સામે સૌથી વધુ વખત ઇનિંગની શરૂઆતમાં પાંચ વિકેટ લેનાર એશિયન ઝડપી બોલર બની ગયો છે.

પાકિસ્તાનનું ગૌરવ તૂટ્યું,અગાઉ, આ રેકોર્ડ લાંબા સમયથી પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમના નામે હતો.

૧.    જસપ્રીત બુમરાહ    ભારત    ૧૩ વખત

૨.    વસીમ અકરમ    પાકિસ્તાન    ૧૨ વખત

૩.    કપિલ દેવ    ભારત    ૧૧ વખત

૪.    વકાર યુનિસ    પાકિસ્તાન    ૯ વખત

બુમરાહે અકરમના ૧૨ વખત પાંચ વિકેટ લેવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે, જે નિશ્ચિતપણે પાકિસ્તાની ક્રિકેટ ચાહકોને આ પરિણામ પર ગુસ્સે કરશે, ભારતીય બોલરોમાં કપિલ દેવ આ યાદીમાં ૧૧ વખતની સિદ્ધિ સાથે ત્રીજા સ્થાને છે.

Related posts

ભારતીય ચેસ પ્લેયર ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો, 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું

Ahmedabad Samay

GT Vs CSK: છેલ્લા બોલ પર ફોર ફટકારી જાડેજાએ ચેન્નઇને બનાવ્યું ચેમ્પિયન, ગુજરાત ટાઇટન્સની પાંચ વિકેટથી હાર

Ahmedabad Samay

વિદ્યાનિકેતન સ્કૂલમાં યોજાયેલ ચેસ સ્પર્ધામાં ધ્વનિતી પ્રજાપતિ આવ્યો પ્રથમ

Ahmedabad Samay

IPL 2024 માટે તૈયાર થઈ જાઓ, આ વખતે હશે પહેલા કરતા વધુ ખાસ

Ahmedabad Samay

અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની તારીખો બદલવા સુરક્ષા એજન્સીએ કર્યું સૂચન

Ahmedabad Samay

અંજિક્ય રહાણેએ આઇપીએલ 2023માં રચ્યો ઇતિહાસ, ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો