May 18, 2024
તાજા સમાચાર

ચંદ્રની વધુ નજીક આવશે ચંદ્રયાન-3, આજે થશે વિક્રમ લેન્ડરનું ડી-ઓર્બિટિંગ; 4 દિવસ પછી ઈસરો રચશે ઈતિહાસ

ઈસરોના મિશન ચંદ્રયાન-3માં અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું છે. પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી, વિક્રમ લેન્ડર ચંદ્રની ભ્રમણકક્ષામાં એકલા પરિભ્રમણ કરી રહ્યું છે. વિક્રમ લેન્ડરનું આજે ડી-ઓર્બિટિંગ કરવામાં આવશે. આ પછી, 20 ઓગસ્ટે પણ ડી-ઓર્બિટીંગ થશે, જેનો અર્થ છે કે લેન્ડરને ચંદ્રની નીચલી ભ્રમણકક્ષાની વધુ નજીક લાવવામાં આવશે, જ્યાંથી 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરાણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્ર પર ઉતરાણ કરીને ભારત ઈતિહાસ રચશે.

ઈસરોએ તેના ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર જાહેર કરી છે જેમાં આગળ પ્રોપલ્શન મોડ્યુલ છે જ્યારે પાછળ વિક્રમ લેન્ડર અલગ થવાની પ્રક્રિયા છે. ગુરુવાર, 17 ઓગસ્ટ, બપોરે 1.15 વાગ્યે, વિક્રમ લેન્ડર તેના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું. હવે લેન્ડર ચંદ્ર તરફ નજીક જશે. જયારે પ્રોપલ્શન મોડ્યુલ આગામી એક વર્ષ સુધી ચંદ્રની આસપાસ ચક્કર લગાવશે અને ધરતી પર તેની માહિતી મોકલશે. હવે લેન્ડર એકલું ચંદ્રની 100 કિલોમીટરની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવશે. આજે અને ફરીથી 20 ઓગસ્ટે તેને ચંદ્રની સપાટીની વધુ નજીક લાવવામાં આવશે. આ પછી, 23 ઓગસ્ટનો ઐતિહાસિક દિવસ આવશે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે.

વિક્રમ લેન્ડર ચંદ્રની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે

લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી 150 કિમી ઉપર જઈ રહ્યું છે, તેને ડીબૂસ્ટ કરવામાં આવશે જેથી તે ન્યૂનતમ અંતરને કવર કરી શકે. હવે ચંદ્રયાનના રોવરના ઉતરાણ માટેનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. હવે લેન્ડરની ગતિ ધીમી કરવામાં આવશે. જ્યારે ચંદ્રથી રોવરનું અંતર માત્ર 30 કિલોમીટર હશે, ત્યાર બાદ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે. ISRO 23 ઓગસ્ટે સાંજે 5.47 વાગ્યે રોવરની લેન્ડિંગ યાત્રા શરૂ કરે તેવી અપેક્ષા છે. પરિભ્રમણ કરતી વખતે તેને 90 ડિગ્રીના ખૂણા પર ચંદ્ર તરફ જવાનું શરૂ કરવું પડશે. લેન્ડિંગ પ્રક્રિયાની શરૂઆતમાં, ચંદ્રયાન-3ની ઝડપ લગભગ 1.68 કિમી પ્રતિ સેકન્ડ હશે. થ્રસ્ટર્સની મદદથી તેને નીચે ઉતારીને તેને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારવામાં આવશે.

ચંદ્રયાન-3 લેન્ડર પાસે 4 વૈજ્ઞાનિક સાધનો

જણાવી દઈએ કે આ લેન્ડિંગ ચંદ્રના તે ભાગમાં થઈ રહ્યું છે જ્યાં આજ સુધી કોઈ પહોંચ્યું નથી. આને ચંદ્રની કાળી બાજુ કહેવામાં આવે છે. આ ચંદ્રનો વિસ્તાર છે જ્યાં પાણી, બરફ અને અનેક પ્રકારના ખનિજો હોઈ શકે છે. ચંદ્રયાન-3 લેન્ડરમાં 4 વૈજ્ઞાનિક સાધનો છે, જે અલગ-અલગ કામ કરશે, જેમાંથી પહેલું સાધન ચંદ્રના ભૂકંપનો અભ્યાસ કરશે. જ્યારે બીજું સાધન ચંદ્રની સપાટી કેવી રીતે ગરમીને પસાર થવા દે છે તેનો અભ્યાસ કરશે. ત્રીજું ચંદ્રની સપાટીની નજીકના પ્લાઝ્મા પર્યાવરણનો અભ્યાસ કરશે અને ચોથા સાધનની મદદથી વૈજ્ઞાનિકો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સચોટ રીતે માપી શકશે. આ સિવાય લેન્ડર અને રોવર એકબીજાના સીધા સંપર્કમાં રહેશે.

ચંદ્રયાન-2 દરમિયાન થયેલી ભૂલોમાંથી પાઠ શીખીને ઈસરોએ આ વખતે ઘણા સુધારા કર્યા છે, તેથી હૃદયના ધબકારા ચોક્કસપણે વધી ગયા છે, પરંતુ એ પણ ખાતરી છે કે 5 દિવસ પછી ચંદ્રની સપાટીને પર ઉતર્યા પછી જ હાશ થશે.

Related posts

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

Ahmedabad Samay

ગુજરાતની 15 સીટો ઉપર ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી

Ahmedabad Samay

પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧૫ માર્ચ અગાઉ પોતાના એકાઉન્‍ટને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ સાથે લિંક કરી લે

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

Ahmedabad Samay

વડાપ્રધાન મોદી 31મી ઓક્ટોબરના રોજ અસારવા અને ઉદયપુર શહેર વચ્ચે વિશેષ એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો