September 23, 2026
તાજા સમાચારદેશ

રાજસ્થાનમાં ગૃહિણીઓમાં ખુશીનો માહોલ, ગેહલોત સરકારે રાંધણ ગેસમાં આપી રાહત, ફક્ત ૫૦૦રૂ. મળશે ગેસ સિલેન્ડર

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અલવરના માલાખેડાની રેલીના મંચ પરથી એક મોટી જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરડે અને રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓની હાજરીમાં કરી હતી.

અલવર જિલ્લાના માલાખેડામાં તમામને સંબોધિત કરતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે અમે એક કેટેગરી બનાવી રહ્યા છીએ. આ કેટેગરીમાં લોકોને 1,050 રૂપિયાનો ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું. સિલિન્ડર એપ્રિલથે રાજ્યમાં મળશે. આગામી મહિને અમે બજેટ રજૂ કરીશું, તેમાં રસોઇ ગેસનો બોજો ઓછો કરવા માટે કીટ વહેચવાની યોજના લાવીશું.

તેમણે કહ્યું કે પહેલાં ઇનકમ ટેક્સ, ઇડીથી લોકો ડરતા હતા, હવે તે પોતે ડરેલા છે. દેશમાં લોકતંત્રના મૂળિયા નબળા પડી ગયા છે. રાહુલ ગાંધી એક હેતુ લઇને ચાલે છે. આઝાદી બાદ આ પ્રથમ ભારત જોડો યાત્રા છે. આખો દેશ મોંઘવારી, બેરોજગારીથી ત્રસ્ત છે. ERCP ને અમે કોઇપણ ભોગે બંધ કરીશું નહી. તેને રાષ્ટ્રીય યોજનાનો દરજ્જો અપાવવા માટે અમારી લડાઇ ચાલુ રહેશે.

Related posts

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, હાઇવે માર્ગ આખું તૂટી પડ્યો

Ahmedabad Samay

બદ્રીનાથ મંદિર પરિસરમાં ૧૫ યુવકે નમાજ અદા કરી, ઉત્તરાખંડમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં RSS ની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે વિજયાદશમી ઉજવણીમાં સંબોધન કર્યું

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

સાધુસંત અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દા પર પહેલી વાર ફિલ્મ બનાવવામાં આવી

Ahmedabad Samay

કોમર્શિયલ ગેસના બાટલમાં થયો રૂ.૧૦૦ નો વધારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો