September 22, 2026
ગુજરાતરાજકારણ

આખુ દેશ શોકમાં ડુબ્યુ,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન પામ્યા

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન થયું છે. તબિયત લથડતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. પીએમ મોદીએ ટ્‍વિટ કરીને કહ્યું કે, શાનદાર સદીનું ઈશ્વરના ચરણોમાં વિરામ… માતામાં હંમેશામાં ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે. પીએમ મોદી પણ તરત દિલ્‍હીથી ગાંધીનગરના રાયસણ પહોંચ્‍યા હતા. બાદમાં માતા હીરાબાની અર્થીને કાંધ આપી હતી. ગાંધીનગરના સેક્‍ટર ૩૦માં આવેલા સ્‍મશાનગળહમાં હીરાબાના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. આ સમયે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

મહત્‍વનું છે કે, હીરાબાની તબિયત લથડતાં છેલ્લાં બે દિવસથી તેઓ યુએન મહેતા હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતા. જ્‍યારે તેમને હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા ત્‍યારે પીએમ મોદી પણ દિલ્‍હીથી અમદાવાદ પહોંચ્‍યા હતા. બે કલાક સુધી તેઓ પોતાની માતા પાસે રોકાયા હતા અને તેમના ખબર અંતર પૂછયા હતા. પછી તેઓ દિલ્‍હી જવા માટે રવાના થયા હતા. એ સમયે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સહિત ભાજપના ધારાસભ્‍યો અને નેતાઓ પણ હીરાબાના ખબર અંતર પૂછવા માટે પહોંચ્‍યા હતા.

યુએન મહેતા ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્‍ડ રિસર્ચ સેન્‍ટરે એક બુલેટિનમાં જણાવ્‍યું હતું કે, શ્રીમતી હીરાબા મોદીનું ૩૦/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૩.૩૦ વાગ્‍યે (વહેલી સવારે) યુએન મહેતા હાર્ટ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. બીજી તરફ, હીરાબાના નિધન બાદ મોદી પરિવારમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હીરાબા ગાંધીનગર નજીક રાયસણ ગામમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા. વડાપ્રધાન જ્‍યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા ત્‍યારે તેઓ નિયમિતપણે રાયસણની મુલાકાત લેતા હતા અને ગુજરાતની તેમની મોટાભાગની મુલાકાતો દરમિયાન તેમની માતા સાથે સમય વિતાવતા હતા. હીરાબાના નિધન બાદ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સહિત ભાજપના અનેક નેતાઓએ ટ્‍વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગળહ મંત્રી અમિત શાહે પણ તેમને ટ્‍વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હીરાબાના નિધન બાદ રાજ્‍ય ગળહ મંત્રી હર્ષ સંઘવી પણ તેમના નિવાસ સ્‍થાને પહોંચ્‍યા હતા. આ સિવાય ભાજપના ધારાસભ્‍યો અને કેટલાંક નેતાઓ પણ પહોંચ્‍યા હતા. તો ગાંધીનગરના સેક્‍ટર ૩૦માં આવેલા સ્‍મશાનગળહમાં હીરાબાના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. અંતિમ સંસ્‍કારમાં પીએમ મોદી અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા.

પીએમ મોદીના માતાનું અવસાન થતા રાજકીય નેતાઓ અને કેટલાંક ઉદ્યોગપતિઓ પણ ત્‍યાં પહોંચ્‍યા હતા. મહત્‍વનું છે કે, પીએમ મોદી જ્‍યારે પોતાની માતાની વાત કરતા ત્‍યારે એવું કહેતા હતા કે તેમની માતાનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યુ રહ્યું હતું. તેઓ બીજાના ઘરે કામકાજ કરવા જતા હતા. તેમને લાપસી ખૂબ જ ભાવતી હતી. તેઓ સાદુ ભોજન જમતા હતા. તેમને દાળ, ભાત અને ખીચડી ખૂબ જ ભાવતી હતી. સો વર્ષની ઉંમરે પણ તેઓ ખૂબ જ સ્‍વસ્‍થ હતા. ત્‍યારે સો વર્ષની જૈફ વયે તેઓએ અંતિમ શ્વાસ લેતા મોદી પરિવાર સાથે રાજકીય વર્તુળોમાં પણ શોક જોવા મળી રહ્યો છે.

Related posts

ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદનમાં દ્વિતીય ક્રમે: સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ૯૪૫૫.૭૧ મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય સ્થાને

Ahmedabad Samay

રણું ગામના તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો

Ahmedabad Samay

અખિલ ભારતીય મહાસભા ટ્રસ્ટની પ્રથમ બેઠનું આયોજન કરાયું

Ahmedabad Samay

ફિલ્મ ‘અકસ્માત કે કાવતરું ગોધરા’ બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાજપૂતના મેડિકલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી પારિતોષિક અને વાર્ષિક સ્માહરો નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ ત્રણ કલાક સુધી ચાલી. અંદાજે ૫૫ જેટલા સવાલો પૂછાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો