કેન્દ્ર સરકાર એક તરફ ઓલિમ્પિકની તૈયારી કરે છે અને ગુજરાત સરકાર રમશે ગુજરાત જીતશે ગુજરાત ની મોટી મોટી વાતો કરે છે બીજી તરફ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલ નજીક આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામશાળા ના એક ખુલ્લા મેદાન નો ઉપયોગ રમતગમત હેતુના બદલે અન્ય હેતુ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે,
આ ખુલ્લા મેદાન ની જમીન કોર્પોરેશનને દાતા દ્વારા દાનમાં મળેલ છે અને તેનો ઉપયોગ ભાવી રમતવીરો તૈયાર થાય તે માટે દાનમાં આપવામાં આવેલ છે,પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન જમીનનો મૂળ હેતુ બાજુએ મૂકીને મેરેજ રિસેપ્શન ફટાકડા બજાર પતંગ બજાર ખાનગી અને સામાજિક પ્રસંગો વગેરે માટે આપીને રોકડી કરે છે, પરંતુ રમતવીર યુવાનો આ મેદાનમાં આવી ને કસરત કરે દૌડ કરે વ્યાયામ કરે તે કોઈ ઉપયોગ થતો નથી,
તેથી આજરોજ માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ મણીનગર યુથ સ્પોર્ટ્સમેન ગ્રુપ ના અગ્રણીઓ શ્રી પરેશ ગઢવી,દેવેન્દ્રસિંહ વાઘેલા,અજય દેસાઈ ની આગેવાની હેઠળ મ્યુનિસિપલ કચેરી ઘાણાપીઠ ખાતે ભારે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એકી અવાજે માગણી કરી હતી કે મૂળ હેતુ મુજબ રમત ગમતના મેદાન તરીકે જ તેનો ઉપયોગ થાય આ ઉપરાંત કોર્પોરેશન રમતગમતની સુવિધાઓ પ્રજાના પૈસે વિકસાવીને ખાનગી સંચાલકોને પીપીપી ના ધોરણે મૂકવામાં આવી છે,
પરિણામે જીમ અને સ્કેટિંગ ની મોટી ફી ના કારણે ગરીબ મધ્યમ વર્ગના યુવાનો તેનો લાભ મળી શકતો નથી, આ અંગે અમદાવાદ શહેરના મેયર શ્રી પ્રતિભાબેન જૈન ને એક આવેદન પત્ર આપી વિગતવાર રજુઆત કરવામાં આવેલ.
