અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા પોલીસ વિભાગના સહયોગથી 6 જાન્યુઆરીના રોજ જીસીએસ હોસ્પિટલમાં આગના બનાવમાં બચાવ કામગીરી માટે મોકડ્રીલ કરવામાં આવી હતી.
એએમસી ફાયરબ્રિગેડ અને હોસ્પિટલ તંત્ર દ્વારા બપોરે મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં વોર્ડમાં આગ નો બનાવ બને તો દર્દીઓને કઈ રીતે સલામત સ્થળે ખસેડવા તે અંગેની સફળ કામગીરી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કંઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેકટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.
મોકડ્રિલની કામગીરીમાં હોસ્પિટલ સ્ટાફ સાથે ફાયરબ્રિગેડના ફાયર ઓફિસર, ફાયર શાખાના કર્મચારીઓ તથા પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.