September 21, 2026
અપરાધદેશરાજકારણ

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

આસામ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારની વચ્ચે ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો છે.

કોંગ્રેસના નેતા શશી થરુર અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ વિડિયો શેર કર્યો હતો.એ પછી તપાસમાં ખબર પડી હતી કે, જે ગાડીમાંથી ઈવીએમ મળ્યા છે તે આસામ વિધાનસભામાં ભાજપના ઉમેદાવર કૃષ્ણેન્દુ પાલની છે.ખાસ વાત એ છે કે, કાર સાથે કોઈ ચૂંટણી અધિકારી નહોતો અને કોઈ સુરક્ષા વ્યવસ્થા પણ નહોતી.

જ્યારે ચૂંટણી પંચને મળેલી માહિતી પ્રમાણે મતદાન માટેની ટુકડીની ગાડી અધવચ્ચે ખરાબ થઈ ગઈ હતી.એ પછી સબંધિત અધિકારીએ રસ્તા પરથી પસાર થઈ રહેલી ગાડીને અટકાવીને હેડક્વાર્ટર સુધી લઈ જવા માટે વિનંતી કરી હતી.

લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ ચૂંટણી અધિકારીઓ ગાડી પાસે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ મતદાન અધિકારી, ચૂંટણી પંચનો કોઈ કર્મચારી ઉપસ્થિત નહોતો કે બાદમાં પણ તેનું કોઈ દાવેદાર સામે નહોતું આવ્યું.આ મામલે મચેલા હોબાળા બાદ ચૂંટણી પંચે ચાર મતદાન અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને સાથે સાથે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ પણ અપાયો છે.

 

વિવાદ અંગે અમિતભાઈ  શાહે કહ્યુ, ‘મને આ મામલે વિસ્તૃત જાણકારી નથી. હું ગુરૂવારે દક્ષિણ ભારતના પ્રવાસે હતો. શનિવાર રાત્રે હું તેની પર જાણકારી મેળવીશ પરંતુ ચૂંટણી પંચને કોઇએ એક્શન લેતા રોકી નથી. પંચે એક્શન લેવુ જોઇએ. કાયદા અનુસાર પંચ પગલા ભરે.’

Related posts

ધોળકામાં અજાણ્યા યુવકની બળેલી હાલતમાં લાશ મળી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

‘મોદી પછી આગામી વડાપ્રધાન કોણ હશે?’

Ahmedabad Samay

તમિલનાડુ વેત્રી કઝગમ (TVK) ના વડા વિજયે મંગળવારે વડા પ્રધાન મોદીનો તેમના અભિનંદન સંદેશ બદલ આભાર માન્‍યો

Ahmedabad Samay

અવધેશ રાયની હત્યાના મામલે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી દોષિત, 3 દાયકા જૂનો છે કેસ

Ahmedabad Samay

મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો