September 21, 2026
તાજા સમાચાર

દાહોદ જિલ્લામાં આગામી ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓને જરૂરી તમામ સુવિધાઓ આપવા સૂચના

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

દાહોદ જિલ્લામાં આગામી ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓને જરૂરી તમામ સુવિધાઓ આપવા સૂચના
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આગામી સમયમાં જિલ્લામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરિક્ષા પારદર્શકતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વિદ્યાર્થીઓને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે એ રીતની વ્યવસ્થા માટે જરૂરી સૂચનો કલેકટરશ્રીએ કર્યા હતા.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ કચેરીઓને યોગ્ય સંકલન થકી નાગરિકો સુધી વિવિધ યોજનાકીય લાભો સત્વરે પહોંચતા કરવા જણાવાયું હતું. બેઠકમાં નાગરિકો જેમના ૧૦ વર્ષ જુના આધાર કાર્ડ અપડેટ કરવાના બાકી હોય તેમના અપડેશનની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી જેથી તેઓને સરકારની યોજનાઓના લાભો આપી શકાય. બેઠકમાં સીએમ ડેસ્કબોર્ડ અંતર્ગતની કામગીરી તેમજ રાઈટ ટુ સીએમઓ અંતર્ગત લોક ફરિયાદની અરજીઓનું સત્વરે નિરાકરણ લાવવા જણાવાયું હતું.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર, એએસપી બાંગરવા, નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

દિવાળીએ અમદાવાદીઓએ મેટ્રોની મજા માણી, મેટ્રોની સવારી પ્રથમ પસંદગી બની

Ahmedabad Samay

સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૧૭મીએ લોકાર્પણ

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૫ થી ૩૧ માર્ચ સુધી ઉદ્યોજક સોહળા / ખાદ્ય મહોત્સવ અને ગુડી પડવા નું ભવ્ય કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

કોંગ્રેસના ગેનીબેને ગુજરાતમાં પાડ્યું ગાબડું,ભાજપના રેખા ચૌધરીને માત આપી

Ahmedabad Samay

દિલ્હી સ્‍પેશિયલ સેલે ISI દ્વારા સંચાલિત શહઝાદ ભટ્ટી મોડ્‍યુલના ૯ સક્રિય સભ્‍યોની ધરપકડ કરીને,

Ahmedabad Samay

મહારાષ્ટ્ર ચૂંટણી માટે શનિવારે સવારે ૭ વાગ્‍યાથી મતગણતરી શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો