September 22, 2026
ગુજરાત

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સિન્ડિકેટના તમામ સભ્યોનું બેઠકમાંથી વોક આઉટ, આ છે કારણ!

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આજે સિન્ડિકેટની બેઠક યોજાઈ હતી, જેમાં ઇતિહાસમાં પહેલીવાર તમામ 18 સિન્ડિકેટ સભ્યોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને પછી વોકઆઉટ કર્યું હતું. માહિતી મુજબ, પદવીદાન સમારોહ અને વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં થઈ રહેલા વિલંબ મુદ્દે સભ્યોએ વિરોધ કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ગુરુવારે બપોરે 2 વાગે સિન્ડિકેટની બેઠક શરૂ થવાની હતી. પરંતુ, સિન્ડિકેટના સભ્યોમાં રોષ હોવાની આશંકાએ વાઇસ ચાન્સેલર બેઠકમાં અડધો કલાક સુધી આવ્યા નહોતા. આથી રોષે ભરાયેલા સિન્ડિકેટના સભ્યો બેઠકથી વોક આઉટ કર્યું હતું. આ કારણે મુખ્યમંત્રીની હાજરીમાં 25 ફેબ્રુઆરીએ યોજાનારા ક્લાઈમેટ ચેન્જ અંગેની ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું બજેટ પણ મંજૂર થઈ શક્યું નહોતું.

એજન્ડા પાંચ દિવસ પહેલા મોકલવા માગ

સિન્ડિકેટના સભ્યોએ જણાવ્યું કે, અમારી બે માગો છે. પહેલી એ કે, જલ્દી પદવીદાન સમારોહની તારીખ નક્કી કરવામાં આવે અને બીજી સિન્ડિકેટના એજન્ડા પાંચ દિવસ પહેલા મોકલવામાં આવે. હાલ એક દિવસ પહેલા એજન્ડા મોકલવામાં આવે છે, જેથી સભ્યો તેનો યોગ્ય રીતે અભ્યાસ નથી કરી શકતા. આ સાથે સભ્યોએ કહ્યું કે, વિદ્યાર્થીઓ દ્વારા માર્કશીટ આપવા માગ કરાઈ હતી. જે અંગેની રજૂઆત અમે પહેલા પણ કરી ચૂક્યા છે, છતાં કોઈ નિર્ણય લેવાયો નથી.

Related posts

ભાવનગરમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપનો રક્તદાન કેમ્પ, કાર્યકર્તાઓએ કર્યું રક્તદાન

Ahmedabad Samay

વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે ભાવનગરમાં, અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ  કર્યુ

Ahmedabad Samay

અમદાવાદમાં નવા ૦૯ વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા અને ૦૪ માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન દૂર કરાયા

Ahmedabad Samay

ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ટોકનની સાથે સાથે સીધા આવનાર દર્દીઓને પણ દાખલ કરાશે, દાખલ પ્રક્રિયા વધુ સરળ કરાઇ

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા બાપુનગરના ઉમેદવાર તરીકે સુરેશ તોમરની પસંદગી કરાઇ.

Ahmedabad Samay

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો