August 7, 2026
ગુજરાત

ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ટોકનની સાથે સાથે સીધા આવનાર દર્દીઓને પણ દાખલ કરાશે, દાખલ પ્રક્રિયા વધુ સરળ કરાઇ

ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુકત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની ઉત્ત્।મ સુવિધાઓ સાથે સર્વોત્ત્।મ સારવાર થઈ રહી છે.

દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે અને દર્દીઓની હાલાકી દુર કરવા માટે ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં કોવીડગ્રસ્ત દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમનો આરંભ કરવામાં આવ્યો છે, તેની સાથે સાથે ક્રિટીકલ દર્દીઓને પણ સીધા જ દાખલ કરવામાં આવે છે. આ માટે અલગ વ્યવસ્થા કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં આવે છે.

આ પ્રકારની સુદઢ વ્યવસ્થાને પગલે ક્રિટીકલ અને જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ પ્રકારના વિલંબ વગર દાખલ કરવામાં આવી રહ્યા છે.

નોંધપાત્ર બાબત એ છે કે ટોકન ફાળવવામાં આવ્યા હોય તે ઉપરાંત ૧૦૮ અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે.

આમ, દર્દીઓની વ્યથા દુર થઈ છે અને વ્યવસ્થા ઉભી થઈ છે.

Related posts

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ BRTS કોરિડોરમાં ચુસ્ત બતાવવા કરતા જાહેર માર્ગ પર ધ્યાન આપે તો BRTS કોરિડોરમાં જવાની જરૂર ન પડે

Ahmedabad Samay

અમરેલીના ગામોમાં ૨૪ કલાકમાં ભૂકંપના ૬ આંચકા! ગ્રામજનો ધ્રૂજી ઉઠ્‌યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો