August 8, 2026
ગુજરાતરાજકારણ

હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો સરળ કામ છે પરંતુ… – હાર્દિક

ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા હાર્દિક પટેલે બજેટ સત્રના ચોથા દિવસે ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવવાના બિલ પરની ચર્ચામાં ભાગ લીધો હતો. હાર્દિક પટેલે વિધાનસભામાં પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે કાયદો બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. વિધાનસભામાં આવીને બેઠા પછી તેમને આ વાતનો અહેસાસ થયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદાર આંદોલનમાં પોતાના સ્ટેન્ડ અંગે પસ્તાવો વ્યક્ત કર્યો છે. વિધાનસભાના બજેટ સત્રમાં જ્યારે હાર્દિક પટેલ પહેલીવાર બોલવા માટે ઊભા થયા ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો સરળ કામ છે, પરંતુ અહીં બેઠા પછી એસેમ્બલીમાં કાયદો પસાર કરવો મુશ્કેલ છે.

રસ્તા પર ઉભા રહીને કંઈપણ કહેવું ખૂબ જ સરળ
હાર્દિકે વધુમાં કહ્યું કે આ બિલ ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવામાં મદદ કરશે. તેનાથી આપણી સંસ્કૃતિ વધુ મજબૂત બનશે. જો કે, આ સંબોધન દરમિયાન હાર્દિક પટેલે કાયદો બનાવવાની પ્રક્રિયાને અઘરી ગણાવી હતી અને કહ્યું હતું કે, રસ્તા પર ઉભા રહીને કંઈપણ કહેવું ખૂબ જ સરળ છે. હાર્દિક પટેલ આંદોલનમાંથી રાજકારણમાં આવ્યો છે.

હાર્દિકે કહ્યું કે સ્પેનિશ લેખક આપણી ગુજરાતી ભાષાના ચાહક
હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવવાના કાયદા પરની ચર્ચામાં ભાગ લેતાં આ વાત કહી હતી. હાર્દિક પટેલે કહ્યું કે, વિધાનસભામાં હાર્દિક પટેલ સરકારના આ નિર્ણયને આવકારતા તેણે કહ્યું કે હું ફાધર વાલેસને કહેવા માંગુ છું કે જો તમને ગુજરાતી ભાષા જેવી બીજી કોઈ ભાષા દેખાય તો સમજવું કે તમે નવી ભાષા શોધી કાઢી છે. હાર્દિકે કહ્યું કે સ્પેનિશ લેખક આપણી ગુજરાતી ભાષાનો આટલો મોટો ચાહક છે.

ત્યારબાદ હાર્દિક પટેલ અમદાવાદ ગ્રામ્યની વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જ્યાંથી તે સારા માર્જિનથી જીત્યા હતા, ત્યારથી હાર્દિક પટેલે પોતાને વિરમગામ સુધી સીમિત કરી લીધા છે. ત્યારે વિધાનસભામાં તેમની આ પ્રતિક્રીયા પણ સામે આવી છે.

Related posts

ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત ના પ્રમુખ શ્રી મહેશ સિંહ કુશવાહા દ્વારા હોળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આમ આદમી તરફથી ઇન્દ્રપુરી વોર્ડમાં બબીતા જૈને અપાઇ ટીકીટ

Ahmedabad Samay

રક્ષકજ બન્યો ભક્ષક, પોલીસના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા

Ahmedabad Samay

અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના: ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું..

Ahmedabad Samay

ત્રીજા લહેર માટે સરકારે આપી ચેતવણી.

Ahmedabad Samay

મેક્સિસ કંપની ની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ભાનું પ્રતાપ પાલ સહિત ચાર અન્ય વર્કર ઘવાયા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો