September 21, 2026
ગુજરાત

સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ

સુરેન્દ્રનગર શહેરમાં આવેલો ધોળી ધજા ડેમ સૌરાષ્ટ્ર અને કચ્છનું પાણીયારૂ છે અહીંથી નર્મદા કેનાલ થકી ડેમ ભરી સૌરાષ્ટ્ર કચ્છના ગામોને સૌની યોજના હેઠળ પાણી પહોંચાડાય છે.હાલ ઉનાળા પહેલા જિલ્લાના જળાશયો તળીયા ઝાટક થઇ જતા ડેમમાં પણ પાણી ઓછુ થતુ હતુ.

…ત્યારે ડેમમાં કેનાલના પાણી ઠાલવી પુરો ભરી દેવાતા ઓવર ફ્લો થયો હતો.આ અંગે ડેમના એન્જીનીયર વનરાજભાઇ જમોડે જણાવ્યુકે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ઉનાળામાં પીવાનુ પાણી પુરૂ પાડવા માટે સૌરાષ્ટ્ર નર્મદા કેનાલમાંથી ડેમમાં પાણી છોડવામાં આવ્યુ હતુ.જેનાકારણે ડેમ 100 ટકા ભરાઇ જવાથી ઓવર ફ્લો થયો હતો.આથી ભોગાવો નદીમાં પાણી છોડાયુ હતુ. હાલ ડેમની પાણીની સપાટી 98 ટકાએ સ્થિર છે. આમ ડેમ ઓવર ફ્લો થતા કોઇ જાનહાની ન થાય માટે તાકીદના પગલે શહેરના જિલ્લા પંચાયતથી બહુમાળી ભવનને જોડતા કોઝવે અને વઢવાણ જીઆઇડીસી કોઝવે પર આડશો મુકી લોકોને પસાર થતા અટકાવી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.આમ જિલ્લાના ડેમમાં પાણી આવતા લોકોને પીવાના પાણીની સમસ્યા ઉનાળામાં નહીં રહે તેવી આશા છે. જ્યારે બીજી બાજુ તંત્રની બેદરકારી સામે લોકોમા પણ રોષ જોવા મળ્યો હતો

Related posts

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

Ahmedabad Samay

આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો

Ahmedabad Samay

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

Ahmedabad Samay

શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાના પાર્સલ મળ્યા

Ahmedabad Samay

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટિંગનો આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો