September 21, 2026
ગુજરાતરાજકારણ

વડોદરા: વડોદરાને મળ્યા નવા મેયર, 6 મહિના માટે નિલેશ રાઠોડની સર્વાનુમતે થઈ પસંદગી, જાણો તેમના વિશે

વડોદરા શહેરને નવા મેયર મળ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનના મેયર પદે નિલેશ રાઠોડની સર્વાનુમતે નિમણૂક કરાઈ છે. જો કે, 6 મહિના માટે જ તેઓ મેયરનો પદભાર સંભાળશે. જણાવી દઈએ કે, કેયુર રોકડિયા ધારાસભ્ય બની જતા તેમણે મેયર પદથી રાજીનામું આપ્યું છે. આથી મેયરનો પદ ખાલી રહેતા હવે નિલેશ રાઠોડને આ જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપમાં ‘એક વ્યક્તિ એક હોદ્દા’નો નિયમ

માહિતી મુજબ, કેયુર રોકડિયા ધારાસભ્ય બન્યા છે. આથી ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમના કારણે કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાં બાદ નિલેશ રાઠોડની સર્વાનુમતે પસંદગી થતા મેયર પદ માટે તેમના નામ પર મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. જણાવી દઈએ કે, શુક્રવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના નિલેશ રાઠોડની છ મહિના માટે મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વર્ષોથી ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી 

નિલેશ રાઠોડ વર્ષોથી ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા હતા. વર્ષ 2006થી યુવા મોરચામાં જોડાઈને તેમણે કાર્યકર્તાની ભૂમિકા નિભાવી હતી. જ્યારે છેલ્લા 3 ટર્મથી તેઓ કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના પક્ષના નેતા તરીકે પણ તેઓની પસંદગી થઈ હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને સાંસદ રંજન ભટ્ટ સહિત અન્ય અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

Related posts

શેલબી હોસ્પિટલમાં લીવર સિરોસિસથી પીડાતી ગર્ભવતી મહિલાની સફળ સામાન્ય પ્રસ્તુતિ કરાવાઇ

Ahmedabad Samay

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

Ahmedabad Samay

જાણો આજે ક્યાં મંત્રીને કઇ જવાબદારી ક્યુ ખાતુ ફાળવવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, હસમુખ પટેલે PCમાં કહ્યું- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, અયોગ્ય પ્રવૃત્તિઓ પર રહેશે ચાંપતી નજર…

admin

ખાખીની ખુમારી આવી સામે, પતંગની દોરી વાગતા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પોલીસે બાઇક પર બેસાડી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયું

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 124મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો