November 18, 2025
અપરાધગુજરાત

રાજકોટ શહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્‍યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવી

શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્‍લાસ્‍ટીક મુકત કરવા,સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર દ્વારા ન્‍યુસન્‍સ પોઈન્‍ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક વાપરનારા,ᅠ

જાહેરમાં ન્‍યુસન્‍સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્‍યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

જે અંતર્ગત તા. તા.૦૫-૦૧-૨૦૨૪નાંᅠરોજ ૦૮ વ્‍યક્‍તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે. ઉપરોકત કામગિરી મ્‍યુનિ. કમિશનર આનંદ પટેલનાં આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ,ᅠકમાંડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરનાં નોડલ ઓફિસરશ્રી વત્‍સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્‍ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી

Related posts

અમદાવાદમાં 11 મહિનામાં રખડતા પશુઓ મામલે 782 FIR દાખલ થઈ, તે છતાં પશુઓ રોડ પર

Ahmedabad Samay

વાહન ચોરીના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારાશે

Ahmedabad Samay

અંબાલાલ પટેલે 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ હવે નવા રૂપમાં તૈયાર

Ahmedabad Samay

પેહલા કોલેજ ખુલશે ત્યારબાદ શાળા ખુલશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો