September 21, 2026
ગુજરાત

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આર.જે પટેલ સત્યમ વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ 2023 ની ઉજવણી થઈ

મંત્રી ગુજરાત રાજ્ય અને નાગરિક પુરવઠા વિભાગના ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

હાલ શાળાનું સત્ર પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાની અલગ અલગ શાળાઓમાં વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યા છે. મોડાસાની સત્યમ વિદ્યાલયમાં પણ આવો જ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી. અખિલ આંજણા કેળવણી મંડળ મોડાસા સંચાલિત આર.જે.પટેલ સત્યમ વિદ્યાલય ખાતે શાળા પરિવાર ના બાળકો દ્વારા વાર્ષિકોત્સવ 2023 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મંત્રી ગુજરાત રાજ્ય અને નાગરિક પુરવઠા વિભાગના ભીખુસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે બજેટમાં આર્થિક રીતે પછાત વર્ગ માટે બજેટમાં કરેલી સો કરોડની ફાળવણી અંગે પણ વાત કરી હતી.

આ કાર્યક્રમમાં અનેક પ્રકારના સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યા. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. એ સાથે સાથે બાળકોના માતા-પિતા અને  શિક્ષકો દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ  વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની ઉપસ્થિતિમાં હર્ષભેર કાર્યક્રમ ઉજવાયો.

Related posts

નવા નરોડા વિસ્તારમાં આવેલી ૮ જેટલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

ચાલુ ફરજ માં કોરોના કારણે અવસાન થતા ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખ અપાય

Ahmedabad Samay

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

Ahmedabad Samay

કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ, ગેરકાયદેસર પાર્કિંગ મામલે બિલ્ડીંગોને નોટિસો, રોડ પર દબાણો હટાવાયા

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ ખાતે ફ્રી મેડિસિન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

દેશભરમાં ઠંડી અને ધુમ્‍મસ હોવા છતાં, લોકોએ ઉત્‍સાહપૂર્વક ૨૦૨૬નું સ્‍વાગત કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો