September 27, 2026
ગુજરાત

નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં આગની ઘટના સામે આવી,બે ના મોત

અમદાવાદ શહેરમાં નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં આગની ઘટના સામે આવી છે.રહેણાંક મકાનમાં આગથી 2 લોકોનાં મોત થયા છે. એક મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.મકાનનાં પહેલા માળે ગેસ સિલિન્ડરમાં લિકેજ બાદ આગ લાગી હતી. ત્યારબાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ બાદ એક યુવક દાઝેલી હાલતમાં ઘરમાંથી બહાર આવ્યો હતો. જેને 108 એમ્બુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ફાયર બ્રિગેડનાં જવાનોએ આગને કાબુમાં લીધી છે. બ્લાસ્ટ થતા આગ ઓલવવાનો પ્રયત્ન કરતી મહિલા પણ દાઝી ગઈ છે. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 22 વર્ષીય યુવક મહેવીશ નરેશ સોલંકી તથા 19 વર્ષીય લાલો સોલંકીનું મોત થયું છે. જ્યારે 42 વર્ષીય ભારતી નામની મહિલા ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે.

Related posts

અમદાવાદમાં આજથી વરસાદી માહોલ જામવાની શક્યતા, 7 દિવસ ઝાપટા જોવા મળશે

Ahmedabad Samay

ફિલ્મ પ્રમોશનલ એક્‍ટિવિટીમાં જાણીતા એક્‍ટ્રેસ માનસી પારેખ અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયાએ બાઇક સ્ટંટ કરતા ફરિયાદ નોંધાઇ

Ahmedabad Samay

અસારવા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો,

Ahmedabad Samay

જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ શરૂ કરાયું

Ahmedabad Samay

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે.વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો