September 28, 2026
ગુજરાત

સુરત – H3N2ના કેસોમાં વધારો, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો

નવી સિવિલ હોસ્પિટલમાં એચથ્રીએનટુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દૈનિક આવતા વિવિધ રોગચાળાના કેસો વધું સામે આવી રહ્યા છે. રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપથી ફેલાતા કેસોને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. સુરતમાં હાલ ત્રણ દર્દીઓ આઈસોલેશનમાં છે.

24 કલાકમાં કોરોનાના 4 કેસો નોંધાયા છે ત્યારે કુલ દર્દીનો આંક 13 પર પહોંચ્યો છે. આશરે એક માસના અંતરાલ  બાદ આ કેસોમાં વધારો સામે આવ્યો છે. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, ઉલ્ટી, કળતર જેવા લક્ષણો જોવા મળે છે.  H3N2 ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો ઉપરાંત દર્દીને બે થી ત્રણ અઠવાડિયા સુધી સતત ઉધરસ રહે છે.

રાજ્યમાં દવાઓ, ટેસ્ટિંગ લેબ, ડોકટરોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની માર્ગદર્શિકા અનુસાર જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી.  દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝાને લઈને ડોક્ટરોએ સતર્ક રહેવા અપીલ કરી છે. ખાસ કરીને લોકોએ પણ તકેદારીના ભાગરુપે દરેક બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે, કોરોના કેસો પણ પહેલાની સરખામણીમાં વધુ સામે આવી રહ્યા છે.

Related posts

ગાંધીનગર: મોતીપુરાના વતની અને અમદાવાદમાં રહેતા દંપતીનું જમ્મુ-કાશ્મીરમાં રિવર રાફટિંગ દરમિયાન તણાઈ જતા મોત, વીડિયો વાયરલ

Ahmedabad Samay

જાહેર જનતાના મદદ માટે ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર

Ahmedabad Samay

ગુજરાત પર 3.40 લાખ કરોડનું દેવું, આવતા વર્ષે વધુ વધી શકે છે, શું છે CAGની ચેતવણી

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્કૂલ બોર્ડના ૧૬૦૦૦થી વધારે બાળકો માટે સાયન્સ સિટીની મુલાકાતનું આયોજન

Ahmedabad Samay

અન્ય રાજ્યમાં ફસાયેલા લોકોને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી.

Ahmedabad Samay

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આજે 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો