August 8, 2026
અપરાધ

દેરોદર ગામની મોરા સીમ વિસ્તારમાં રેઇડ કરી જુગારધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી

પોરબંદર પોલીસ અધીક્ષક રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની જાળવણીના ભાગરૂપે પ્રોહી / જુગાર ની અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સુચના કરવામાં આવેલી. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોરબંદરના પીઆઈ એચ.કે. શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ એચ.એમ. જાડેજા તેમજ પેરોલ ફર્લો સ્કોડ/એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પીયુષ રણમલને બાતમી રાહે હકીકત મળેલી કે, દેરોદર ગામે જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે દેરોદર ગામની મોરા સીમ વિસ્તારમાં રેઇડ કરી જુગારધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. પોરબંદર પોલીસ અધીક્ષક રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સુચના કરવામાં આવેલી.

પકડાયેલા આરોપીઓના નામ:

  1. ભુરા બાલુભ ખુંટી મીત્રાળા
  2. રામદે રાણા ઓડેદરા ઓડદર
  3. વાના કેશવ કારાવદરા નેરાણા
  4. મેરૂ કેશવ ઓડેદરા એરડા
  5. જતીનગર રામગર અપારનાથી નેરાણા

કબજે કરેલો મુદ્દામાલ

  • રોકડ રૂ. 56,400
  • મોટર સાયકલ નંગ ૬ કિં.રૂ. 1,40,000
  • મોબાઇલ નંગ 4 કિં.રૂ. 5500 કુલ મુદ્દામાલ 2,01,900

Related posts

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો આવ્યો સામે,વિદેશ લઈ જવાની લાલચ આપી લવ જેહાદમાં ફસાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બેફામ બનેલી કારે ચાર ને કચડ્યા

Ahmedabad Samay

સૈજપુર બોઘામાં ચૌધરી હોસ્પિટલમાં મહિલાના મોતના પગલે બેદરકારીનો આક્ષેપ,પરિવારજનો એ મચાવ્યો હોબાળો

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

નિકોલ વિસ્તારના સ્વામી વિવેકાનંદનગરમાં લુખ્ખાતત્વો બન્યા બેફામ, ખુરશીમાં બેસવા બાબતે પરિવાર પર કર્યો હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો