July 26, 2026
ગુજરાત

અમદાવાદ – ડ્રગ્સ હેરાફેરીમાં નાના બાળકોના ઉપયોગ મામલે હાઈકોર્ટમાં સુનાવણી

ડ્રગ્સ હેરાફેરીમાં નાના બાળકોના ઉપયોગ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  આ દરમિયાન રાજ્ય સરકારે જુદા-જુદા બે સોંગદનામાં રજૂ કર્યા હતા. અગાઉ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો.

બે આરોપીઓ સામે કરેલી કાર્યવાહી બદલ એસઓજીએ સોગંદનામું કર્યું હતું. 18 કેસમાં 20 બાળકોનો ડ્રગ્સ તસ્કરીમાં ઉપયોગ કરાયો હોવાની હાઈકોર્ટને જાણ હોવાની પણ વિગત છે. જેથી હાઈકોર્ટે આ મામલે ચિંતા વ્યક્ત કરતા સમગ્ર મામલે કડક કામગિરી કરવા આદેશ આપ્યા છે. આ મામલે વધુ સુનાવણી 16 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

અગાઉ મીડિયાના અહેવાલોમાં ડ્રગ સ્મગલર્સ ડ્રગ ડિલિવરી માટે સગીર બાળકોનો ઉપયોગ કરી રહ્યા હોવાની વિગતો સામે આવી હતી. સમગ્ર શહેરમાં આ પ્રકારનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો હોવીની વિગતો સામે આવી હતી. સગીર બાળકોને આ પ્રકારનું કામ કરાવવાની લાલચ આપવામાં આવતી હોવાની વાતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. આવી સ્થિતિમાં નાના બાળકોને ગુનાખોરી તરફ ધકેલવાની પ્રવૃતિ ન ચલાવવી જોઈએ. તેમ પણ ગુજરાત હાઈકોર્ટે આ મામલે ટકોર કરી કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

Related posts

 કેન્દ્ર સરકારે મંગળવારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે પ્રીમિયમમાં વધારો કર્યો

Ahmedabad Samay

હાર્દિક પટેલ દ્વારા જનતા ને અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ને સંબોધન

Ahmedabad Samay

હોટલમાં નહિ આવે તો કપડા બદલતો વિડીયો વાયરલ કરવાની હવસખોરની ધમકી

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી શુક્રવાર સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે

Ahmedabad Samay

ચેટી ચંડ પર્વ નિમિત્તે  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમંત્રી અમિત શાહની ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો