August 7, 2026
ગુજરાત

અમદાવાદ – કોર્ટમાં આજે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસ મામલે સુનાવણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ ગુજરાતમાં માનહાનિના કેસનો સામનો કરી રહેલા તેજસ્વી યાદવના કેસની આજે અમદાવાદ કોર્ટમાં સુનાવણી થશે.

તેજસ્વી યાદવના ગુજરાતીઓને ઠગ કહેવા મામલે અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. ફરીયાદીએ તેજસ્વી યાદવના ગુજરાતી ઠગ કહેવાના મામલે ગુજરાતીઓની લાગણી દુભાઈ છે અને ગુજરાતની ગરીમાને ઠેસ પહોંચી તેની સાથે સરખાવીને અગાઉના નિવેદનના આધારે ફરીયાદ કરી છે. અગાઉની 20 મેની સુનાવણી સાક્ષીઓએ તેમના નિવેદનમાં પણ ગુજરાતીઓનું અપમાન છે તેમ જણાવ્યું હતું.

તેજસ્વી યાદવ વિરુદ્ધ થયેલી ફરીયાદ મામલે ફરીયાદીએ કહ્યું હતું કે, દો ગુજરાતી ઠગ હે આ નિવેદનથી ગુજરાતી તરીકે દુખ થાય છે. આ તમામ ગુજરાતીઓનું અપમાન છે. માનહાનિ કેસ મામલે  બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસની આજે અમદાવાદ કોર્ટમાં સુનાવણી થશે. ગુજરાતીઓને ઠગ કહેવાના મામલે કોર્ટમાં આજે મહત્વની સુનાવણી 20 મે બાદ હાથ ધરાશે આ પહેલા 8 મેના રોજ પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

26 એપ્રિલે તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ નોંધાયો હતો. 1 મેના રોજ થયેલી પ્રથમ સુનાવણીમાં ફરિયાદીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. બીજી સુનાવણીમાં મેટ્રોપોલિટન કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો. આ માનહાનિ કેસમાં સાક્ષીઓની પૂછપરછ અગાઉ 20મેના રોજ કરવામાં આવી હતી. ત્યારે  આજે મહત્વની સુનાવણી થવાની છે. ત્યારે આજની સુનાવણીમાં કોર્ટ નક્કી કરી શકે છે કે તેજસ્વી યાદવને સમન્સ મોકલવામાં આવશે કે નહીં.

Related posts

રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફયુ લંબાવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન

Ahmedabad Samay

આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને રાત્રીના ૦૯ થી સવારે ૦૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ ના વર્ગ નહિ ખુલ્લે

Ahmedabad Samay

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

Ahmedabad Samay

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો