કૃષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપ ૦૧ માં રહેતા દિલીપસિંહ ચૌહાણ ના ઘરે મોટી માત્રામાં થઇ ચોરી. ૨૪ જૂનના રોજ ઘરના તમામ સભ્યો નીચેના રૂમમાં લોક મારી ઘરના ઉપરના અન્ય રૂમમાં સુવા જતા રહેતા નીચેના રૂમમાં કોઇ ન હોવાના કારણે ચોરી કરતી ટોળકીએ એકલતાનો ફાયદો ઉપાડી ટોળકીએ ઘરનો દરવાજો તોડી ઘરના અંદર રહેલી તિજોરીનો તાળું સોનાના,ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સાથે કુલ ૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી થયેલ હતી.
સવારના સુમારે ઘરના સભ્યો નીચે આવતા ઘરનો દરવાજો તૂટેલો જોતા ચોકી ગયા હતા અને ઘરમાં જોતા તિજોરીના લોકર તૂટેલા અને ઘરનો સમાન વેર વિખેર થતા કૃષ્ણનગર પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.