અમદાવાદમાં પોલીસના ખભે થી ખભે મળીને રાત દિવસ કામ કરનાર એવા હોમગાર્ડના જવાનો ની કમાન સાંભળનાર કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલની અમદાવાદ સમય દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી,જેમાં જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલજી એ કોરોના થી બચવા માટે સૂચન કર્યું હતું.
જબ્બરસિંહ શેખાવતએ જણાવ્યું હતું કે કોરોના થી બચવામાટે માસ્કનો ફરજીયાત પણે ઘરે થી બહાર નીકળી વખતે કરવો જોઈએ, પ્રધાનમંત્રીજી અનુસાર બે ગજનો અંતર રાખવો જોઇએ, બહાર કોઇ જગ્યાએ હાથ લગાવ્યા બાદ સેનેટાઇઝર નો ઉપયોગ કરવો જોઈએ, આપણે જેટલી સામાજીક દુરી જાળવીશું એટલુંજ આપણે કોરોના થી બચીશું અને જો આપણે બચીશું તો પરિવાર પણ સુરક્ષિત રહેશે,
હાલ કોરોના વેક્સીન માટે જે કાર્યક્રમ ચાલી રહ્યું છે તેમ આ શહેરના નાગરિકોને અપીલ છે કે આપણા ઘરે આવતા સરકારી કર્મચારીઓ ને સાથ સહકાર આપજો.
જ્યારે અશોક પટેલે જણાવ્યું હતું કે આ જે વૈશ્વિક મહામારી આવી હતી તેમાં શરૂઆતના પહેલા ૦૬ માસ હોમગાર્ડના કર્મચારીઓ મદદગાર થયા હતા લોકોને કોરોના થી બચવા માટે શુ કરવું કેવીરીતે આનાથી બચાશે તેના વિશે માહિતગાર કર્યા હતા, હોમગાર્ડના દરેક જવાને કોરોનામાં પણ ફરજ બજાવી હતી જેને હું ગર્વ અનુભવું છુ તેમ જણાવ્યું હતું.
કોરોના નો હવે અંત આવવાની આરે છે પરંતુ વિશ્વના નિષ્ણાત અનુસાર કોરોના હજુ ૦૬- ૦૮ મહિના સુધી રહેશે માટે હજુ આપણે સાવચેતી રાખવી જોઈએ, જો આપણે સુરક્ષિત રહીશું તો આપણું ઘર પરિવાર, શહેર અને દેશ સુરક્ષિત રહેશે
આપડે આપણી ફરજ અને જવાબદારી સમજી સાથ સહકાર આપવો જોઈએ, કોરોના વેક્સીન જ્યારે પણ આપવામાં આવે ત્યારે સાથ સહકાર આપવો જોઈએ.