અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં સીટીએમ બ્રિજ પરથી મળી આવેલો લાશનો ભેદ ઉકેલાયો છે. પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દીધી હતી. સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર એક મહિલાની લાશ મળી આવતા ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસે તપાસ કરી ત્યારબાદ મૃતક તુલસી મકવાણા નામની મહિલાના ભાઈએ લાશની ઓળખ કરી. ત્યાર બાદ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તજવીજ હાથ ધરાઈ હતી. જેમાં સીસીટીની મદદથી આરોપીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
આ મહિલાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસ ચક્રો ગતિમાન કર્યા હતા અને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તજવીજ હાથ ધરી હતી. . મહિલાનો હત્યારો બીજો કોઈ નહીં પરંતુ તેનો પૂર્વ બોયફ્રેન્ડ હોવાનું બહાર આવ્યું છે.
અન્ય એક યુવક સાથે જોઈ જતા આરોપી શંકર એટલે કે, પૂર્વ પ્રેમી સાથે ઝઘડો થતા હત્યા કરી હતી. બન્ને વચ્ચેની તકરાર થતા મહિલાએ આરોપીનો કોલર પકડી લીધો હતો અને આરોપીએ મહિલાને ધક્કો મારતા લોખંડની એંગલ સાથે ટકરાતા મહિલાનું મોત નિપજ્યું હતું. આરોપીઓએ સીટીએમ બ્રિજ નીચે ફેંકી દીધી હતી. ત્યારે આ સમગ્ર મામલે તપાસ થતા કેસ ઉકેલાયો હતો.