September 21, 2026
અપરાધ

અમદાવાદ: અસારવામાં લુખ્ખા તત્વોનો આતંક, દુકાનમાં પ્રવેશી વેપારીને પાઇપ વડે માર માર્યો, ઘટના CCTVમાં કેદ

અમદાવાદના અસારવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક એકવાર ફરી જોવા મળ્યો છે. આઇસ્ક્રીમ પાર્લરની એક દુકાનમાં પ્રવેશીને કેટલાક લુખ્ખા તત્વોએ વેપારીને માર માર્યો હતો. લાકડી અને લોખંડની પાઇપ વડે વેપારી પર હુમલો કર્યો હોવાની આ હચમચાવે એવી ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે અસારવા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અસારવાના ચમનપુરા વિસ્તારમાં ખોડિદાસની નવી ચાલીમાં આવેલી એક આઇસ્ક્રીમ પાર્લરની દુકાનમાં વેપાર પર જીવલેણ હુમલો થયો હતો. વેપારી પર 3-4 લુખ્ખા તત્વોએ લાકડાના દંડા અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીવીટી ફૂટેજમાં દેખાય છે કે 3-4 અસામાજિક તત્વો દુકાનમાં પ્રવેશીને વેપારી પર હુમલો કરે છે. દરમિયાન એક મહિલા પણ દુકાનમાં હાજર હતી.

સીસીવીટીના આધારે તપાસ

આ સમગ્ર ઘટના અંગે વેપારીએ ફરિયાદ કરતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. જો કે, આ હુમલો કયા કારણે કરાયો હતો તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. પરંતુ, જાહેરમાં દુકાનમાં પ્રવેશી વેપારીને માર મારવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

Ahmedabad Samay

તથ્યએ ઈસ્કોન બ્રિજ ચડતા પહેલા બે વાર ડીપર મારી પરંતુ બ્રેક ન મારી, હવે બીજો કેસ પણ દાખલ

Ahmedabad Samay

શાહરૂખના પુત્ર આર્યનના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

Ahmedabad Samay

ડૉ.વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

બોડકદેવ આર. ટી.ઓ. કચેરીએ જ થયો સરકારી કાયદાનો ભંગ

Ahmedabad Samay

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો