September 18, 2024
અપરાધગુજરાત

અમદાવાદ: તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ થશે કાર્યવાહી

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 10 જેટલા યુવકોએ જીવ ગુમાવ્યો હતો. આ ગમખ્વાર અકસ્માત બાદ આરોપી તથ્ય પટેલ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સરકાર અને પોલીસ તંત્રે પણ જાહેર માર્ગ પર બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા લોકો સામે લાલ આંખ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા હવે એક મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે.

ઓવર સ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, નિયમ ઉલ્લંઘન સામે કાર્યવાહી 

અમદાવાદમાં થયેલા અકસ્માતને પગલે હવે ગુજરાત સરકારે રાજ્યભરમાં તમામ શહેર અને જિલ્લાઓમાં બેદરકારીપૂર્વક અને ઓવર સ્પીડથી વાહન ચલાવતા ચાલકો અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો છે. જે હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિત રાજ્યભરમાં એક મહિના સુધી ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. જે હેઠળ ઓવર સ્પીડ અને સ્ટંટબાજોને પકડવા માટે પોલીસ સજ્જ રહેશે. ઉપરાંત, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા સામે પણ કડક કાર્યવાહી થશે. માહિતી મુજબ, છેલ્લા બે દિવસ દરમિયાન ઓવર સ્પીડના 87 જેટલા કેસ નોંધાયા છે.

સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ કાર્યવાહી થશે: હર્ષ સંઘવી

માહિતી મુજબ, DGP દ્વારા દરેક જિલ્લાના અધિકારીઓને આ આદેશ કરવામાં આવ્યો છે. જે હેઠળ હવે પોલીસ અને ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા મોડી રાત સુધી કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, બીજી તરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્ટંટ કરતા બાળકોના માતા-પિતા પણ એટલા જ જવાબદાર છે, આથી કોઈ પણ પ્રકારની ભલામણો કે છૂટ આપવામાં નહીં આવે અને જાહેર માર્ગો પર વાહનો થકી સ્ટંટ કરતા બાળકોના માતા-પિતા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઈએ કે સુરતના રાંદેર વિસ્તારમાં ગઈકાલે જાહેર માર્ગ પર સ્ટંટ કરતા એક યુવકનો વીડિયો વાયરલ થતા તેની પોલીસે ધરપકડ કરી હતી સાથે તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

Related posts

અમદાવાદ: સુદાનથી 56 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચ્યા, ગૃહ રાજ્યમંત્રીએ પુષ્પ આપી સ્વાગત કર્યું

Ahmedabad Samay

સુરત: વધુ એક લેડી ડોન પોલીસના સકંજામાં, ગાડીના કાચ તોડ્યા, દમણમાં યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ

Ahmedabad Samay

હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં જોરો શોરોથી જોડાશે

Ahmedabad Samay

રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન,

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંદખેડા મા એલ ડીવીઝન દ્વારા ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ નુ આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતજો, ટ્રાફિક પોલીસ બાદ હવે AMC પણ ફટકારશે દંડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો