September 21, 2026
ગુજરાતઅપરાધ

વી.એસ હોસ્પિટલ કોરોના દર્દીમાટે શરૂ કરાઇ અને ખરાબ સારવારના વિવાદમાં પણ આવી,

તાજેતરમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોતા કોરોનાના દર્દીઓ માટે ગઇકાલથી વીએસ હોસ્પિટલ શરૂ કરાઇ છે. અમદાવાદમાં આવેલી વીએસ હોસ્પિટલમાં કોવિડ કેર શરૂ થતાં વિવાદ સામે આવ્યો છે. નરોડાના દર્દીને યોગ્ય સારવાર ન આપવામાં આવતાં દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

દર્દીના સગાએ હોસ્પિટલ આરોપ લગાવતા કહ્યું હતું કે વીએસ હોસ્પિટલમાં સ્ટાફ છતાં મે મારા હાથે સાસુને બાપેપપ લગાવ્યું હતું તથા મારા સાસુને મેં જાતે જ ઇંન્જેક્શન આપ્યું હતું. રાત્રે કોવિડ સેન્ટરને સ્ટાફ આરામ ફરમાવે છે પણ સારવાર કરવામાં આવતી નથી. જો સમયસર સારવાર મળી હોત તો મારા સાસુનું મોત ના થાત, આખરે સારવાર ન મળી અને મારા સાસુનું મોત થયું હતું.

સવારે ૮ વાગે મારા સાસુનું મોત થયું છે. ડેડબોડી વાન નથી એમ કહીને હજુ સુધી મૃતદેહ આપતા નથી. ૭ કલાક બાદ હવે ડેડબોડી વાન મળી છે. આમ સતત ઇંજેક્શન, ઓક્સિજન તથા સારવારના અભાવ હોવાનું સામે આવી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ ૧૫ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને કોવિડ હેલ્થ સેન્ટરની પરવાનગી આપી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ માટે વધુ ૨૩૫ બેડ ઉપલબ્ધ કરાયા છે.

Related posts

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

કોરોના કેસ વધવાની દહેશતે ફરી ૧૨૦૦ બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Ahmedabad Samay

દિવાળીના તહેવારો બાદ આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ ફરી કામકાજ શરૂ કર્યા

Ahmedabad Samay

વડોદરા: સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા પર લાઇટિંગ કરવાનો આટલા લાખનો ખર્ચ! રાજ્ય સરકાર આપશે ગ્રાન્ટ

Ahmedabad Samay

તેજ આઈ સેન્ટર દ્વારા મફત આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કરણી સેના રાજ શેખાવતે ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવાની માંગનો પુનરોચ્ચાર કર્યો, જે એન્કાઉન્ટર કરશે તેને ૧ કરોડ આપવાની જાહેરાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો