September 22, 2026
Other

જીસીએસ હોસ્પિટલે અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ ની ઉજવણી

જીસીએસ હોસ્પિટલ અને વેસ્ટર્ન રેલ્વે સ્વાસ્થય કેન્દ્રના સહયોગથી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી કાલુપુર રેલ્વેસ્ટેશન પર કરવામાં આવી. વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ દર વર્ષે 5 મેના રોજ ઉજવવામાં આવે છે.
આજે, વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ પર, જીસીએસ હોસ્પિટલ દ્વારા રોગોના ફેલાવાને રોકવા માટે આપણા હાથને સ્વચ્છ રાખવાનું શું મહત્વ છે. તે સમજાવામાં આવ્યું. જેમાં ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી જંતુઓને મારવામાં અને ચેપનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકેછે.


નિયમિત હાથની સ્વચ્છતા આપણને ફલૂ, સામાન્ય શરદી અને ખોરાકજન્ય રોગોથી બચાવે છે. હાથની સ્વચ્છતાને આપણી દિનચર્યાનો એક ભાગ બનાવવી જરૂરી છે, ખાસ કરીને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, જમતા પહેલા અને જાહેર સ્થળોએ ગયા પછી.


જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા હાથની સ્વચ્છતા માટે કાલુપુર રેલ્વે સ્ટેશન પર ૧૫૦થી વધુ લોકોને કેવી રીતે હાથ ને સ્વચ્છ રાખવા તે માટે ના ૭ સ્ટેપ સમજાવ્યા જેમાં કુલી, રેલ્વે કર્મચારી, રેલ્વે પોલીસ તેમજ મુસાફરોએ ભાગ લીધો. આ ઉપરાંત ભાગ લીધેલા લોકો પાસે હાથની સ્વછતા માટે સંકલ્પ કરાવ્યો. યાદ રાખો, સ્વચ્છ હાથ જીવન બચાવે છે!

 

Related posts

બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્‍દ્ર હવે આપણી વચ્‍ચે નહિ રહ્યા.

Ahmedabad Samay

રાજકોટના સ્પોર્ટ્સ પ્રેમીઓ થઈ જાવ તૈયાર: સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીમ અને કરાટેની બેચનો થયો પ્રારંભ

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

કર્નલ અપૂર્વ ભટનાગરને તેમની અસાધારણ સેવાને બદલામાં પ્રતિષ્ઠિત વિશિષ્ટ સેવા પદક (VSM)થી સન્માનિત કરવામાં આવ્યા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બન્યો હિટ એન્ડ રન નો કેસ, બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ

Ahmedabad Samay

26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો