October 12, 2024
અપરાધ

અમદાવાદ બોડકદેવ, સોલા રોડ વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાં થતાં લિંગ પરીક્ષણનો ખુલ્યો ભેદ, સોનોગ્રાફી મશીન સીલ, ડૉક્ટર દંપત્તિ પર કાર્યવાહી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા PC-PNDT એક્ટ અંતર્ગત લિંગ પરીક્ષણ કરતી બે હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન સીલ કરાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આશંકાના આધારે કરાયેલી રેડમાં એક ડોક્ટર દંપત્તિએ ગુનો કબુલ્યો હતો. દંપત્તિ પર પણ કાનૂની કાર્યવાહી થશે. જિલ્લા આરોગ્ય વિભાગની સમયસૂચકતાના કારણે લિંગ પરીક્ષણની અયોગ્ય પ્રેક્ટિસ અટકી છે.

 25000ની રકમ લઇને પેશન્ટને લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરતા 
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા બોડકદેવમાં આવેલી વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઇડ હોસ્પિટલમાં લિંગ પરીક્ષણ થતું હોવાની આશંકાના આધારે PC-PNDT એક્ટ અંતર્ગત રેઇડ પાડવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીના જણાવ્યા મુજબ, ડૉ. નિકુંજ શાહ અને ડૉ. મીનાક્ષી શાહ છેલ્લા ઘણા સમયથી ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ડૉ. નિકુંજ તથા ડૉ. મીનાક્ષી દંપત્તિ હોવાની સાથે સાથે બોડકદેવ વિસ્તાર તથા સોલા રોડ પર પોતાના પ્રાઇવેટ ક્લિનિકસ્ પણ ધરાવે છે. આધારભૂત સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર ડોક્ટર નિકુંજ શાહ અને ડૉ. મીનાક્ષી શાહ રૂપિયા 25000ની રકમ લઇને પેશન્ટને લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરી આપતા હતા.

સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા 
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા બોડકદેવ વિસ્તારની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં જઈને રેઇડ પાડવામાં આવી હતી જ્યાં ડૉ. નિકુંજ શાહ તથા ડૉ. મીનાક્ષીએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો કે તેઓ પેશન્ટને ગર્ભ પરીક્ષણ કરી આપતા હતા. આ કાર્યવાહી બાદ જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા ઉપરોક્ત બંને હોસ્પિટલમાં પંચનામું કર્યા બાદ બંને હોસ્પિટલોમાંથી એક-એક સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે તથા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે. ડૉ નિકુંજ તથા ડૉ. મીનાક્ષીને ઉપરોક્ત કાર્યવાહી બાદ આ દંપત્તિ ઉપર ફોજદારી કાર્યવાહી અંતર્ગત આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 સોનોગ્રાફી મશીન પણ સીલ 
PC -PNDT એક્ટ અંતર્ગત ગર્ભ પરીક્ષણ કરવું ગેરકાનૂની છે. અમદાવાદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં આ પ્રકારની કાર્યવાહીથી અલ્ટ્રા સાઉન્ડ મશીનો સીલ કરવામાં આવ્યા છે તથા અમદાવાદ જિલ્લામાં આ કારણસર સેક્સ રેશિયોમાં પણ સુધારો જોવા મળ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી PC-PNDT કાયદાનો કડકાયથી અમલ કરી રહ્યા છે. જેથી આ પ્રકારની અયોગ્ય પ્રેક્ટિસ કરતાં ડોક્ટરની ઉપર કાર્યવાહી કરી બોડકદેવ વિસ્તારની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ ઉપર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલના સોનોગ્રાફી મશીન પણ સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા અવારનવાર કરવામાં આવતા આ પ્રકારના ઓપરેશનના કારણે અમદાવાદ જિલ્લાના સેક્સ રેશિયોમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તથા દીકરીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે તેવી આશા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષભાઈ પરમારે વ્યક્ત કરી છે.

Related posts

અમદાવાદ: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે 36 કલાકનો પ્રવાસ કરી માસ્ટર માઇન્ડ કિરણ પટેલને અમદાવાદ લવાયો, આજે કોર્ટમાં રજૂ કરાશે!

admin

નિકોલની ૩૦ વર્ષીય મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

Ahmedabad Samay

દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

Ahmedabad Samay

અમદાવાદમાં 11 મહિનામાં રખડતા પશુઓ મામલે 782 FIR દાખલ થઈ, તે છતાં પશુઓ રોડ પર

Ahmedabad Samay

તહરીક-એ-જેહાદ પાકિસ્‍તાનના આતંકવાદીઓએ બલૂચિસ્‍તાન પ્રાંતમાં આર્મી બેઝ પર ભીષણ હુમલો કર્યો

Ahmedabad Samay

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો