September 22, 2026
અપરાધ

અમદાવાદ – કિરણ પટેલ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ, જાણો આ વખતે શું છે મામલો

કિરણ પટેલ અને માલિની પટેલે જીપીસીબી લાયસન્સ અપાવવાના નામે વેપારી પાસેથી 42 લાખ રૂપિયા લીધા હોવાની છેતરપિંડી મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ફરી એક ફરીયાદ નોંધવામાં આવી છે. ખોટી ઓળખ આપીને રુપિયા પડાવ્યા હોવાના મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી  છે.

મહાઠગ કિરણ પટેલ સામે એક પછી એક અનેક ફરીયાદો કરવામાં આવી છે. ત્યારે હવે કિરણ પટેલની સાથે માલિની પટેલ સામે ફરીયાદ કરવામાં આવી હતી. મોરબીના વેપારી સાથે લાખોની ઠગાઈ આચરવામાં આવી હોવાના મામલે ફરીયાદ કરવામાં આવી છે.

જીપીસીબીનું લાયસન્સ અપાવવા 42 લાખ લીધા હતા. ક્લાસ 1 અધિકારી તરીકે ઓળખ આપીને પડાવ્યા હતા. લાયન્સ ન કરાવી આપી માત્ર 11.75 લાખ પરત કર્યા. 31.11 લાખ રુપિયા પરત આપ્યા જ નહીં. કિરણ પટેલ અને માલિની પટેલે ભેગા મળીને છેતરપિંડી આચરી હતી. ત્યારે કિરણ પટેલના નામે અનેક છેતરપિંડીની ફરીયાદો નોંધાઈ છે. અગાઉ ગુજરાતમાં લાવીને પણ તપાસ તેજ કરાઈ હતી. ત્યારે એક પછી એક ફરીયાદો આ મામલે છેતરપિંડીની હવે બંનેના નામે નોંધાઈ રહી છે.

Related posts

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

Ahmedabad Samay

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

રાજકોટમાં જુગારની રમઝટ જામી: પોલીસે ૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ૧૪ની ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુરમાં યુવતીની છેડતી

Ahmedabad Samay

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

અઅમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો