November 18, 2025
ગુજરાત

અમદાવાદ-વર્લ્ડ કપની ફાઈનલ તેમજ ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતા

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાય તેવું આયોજન કરવામાં આવી શકે છે. એટલું જ નહીં ભારત અને પાકિસ્તાનની મેચ પણ વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદના સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતાઓ છે.

આ બન્ને મેચ દરમિયાન મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેચ જોવા માટે આવશે ત્યારે આ ક્રિકેટ સ્ટેડીયમની કેપેસિટી સૌથી વધુ છે. 1.30 લાખ જેટલી કેપેસિટીના આ મેદાનમાં આ કારણથી આ આયોજન શક્ય બનશે.

ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર  થઈ છે. 5 ઓક્ટોબરથી આ મેચો શરૂ થશે જ્યારે 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાઈ શકે છે. ભારત પ્રથમ વખત સમગ્ર વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે.

આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. 12 શહેરોમાં મેચો થઈ રહી છે જેમાં અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ કે જ્યાં ઘણી મેચોના આયોજનો કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચો રમાશે.  ભારતીય ટીમ મિશન વર્લ્ડ કપ પર ફોકસ કરી રહી છે. ત્યારે આ વખતે આયોજન પણ ક્રિકેટની ફાઈનલ મેચનું અમદાવાદમાં યોજાઈ શકે છે.

આ મેચો દરમિયાન ક્રિકેટ સ્ટેડીયમ હાઉસફૂલ જોવા મળશે.   દર ચાર વર્ષે યોજાનારી આ મેગા ટુર્નામેન્ટની તૈયારીઓ આગામી સમયમાં શરુ થઈ શકે છે.  જેથી અમદાવાદ શહેરે આ વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી બનશે.

Related posts

ગાંધીનગર: ગૃહમંત્રી અમિત શાહની ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ પોલિસી-૨૦૨૧ તૈયાર કરી

Ahmedabad Samay

સરદારનગરમાં લાંબા સમયથી ચાલતું મહિલા સંચાલિત જુગરધામ પકડાયું

Ahmedabad Samay

અમદાવાદ: કુબેરનગરમાં સ્કૂલમાં ઝઘડામાં ધોરણ 2 ની વિદ્યાર્થીની ઘાયલ, તૂટી ગયા બે દાંત

Ahmedabad Samay

સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરશે

Ahmedabad Samay

સુરતમાં કપલ બોક્સની અંદર દુષ્કર્મ, પરિણીતાના ફોટો પાડી બ્લેકમેલ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો