November 6, 2026
ગુજરાત

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન

અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદે મોડી રાત્રે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી જોવા મળી રહ્યા છે. સ્ટોર્મ વોટર લાઈન નાખ્યા બાદ પણ શહેરમાં એજ સ્થિતિ જોવા મળી રહી છે. કરોડો રુપિયા ખર્ચ કરાયા બાદ પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસરતા નથી. વરસાદમાં અમદાવાદમાં એકથી દોઢ કલાકમાં વરસાદના વિરામ બાદ પાણી ઓછા થશે તેઓ દાવો સત્તાધીશો અને અધિકારીઓ કરતા હોય છે. તે છતાં પાણી ઓસરતા જ નથી. આ જ સ્થિતિના કારણે પાણી જ પાણી શહેરોની કેટલીક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તાકરમાં જોવા મળી રહ્યા છે.

ખાસ કરીને પશ્ચિમની વેજલપુર સહીતની સોસાયટીઓ તેમજ પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ગઈકાલ મોડી સાંજે વરસાદ વરસ્યો હતો અને આ વરસાદ મોડી રાત સુધી પડ્યો હતો. ત્યારે આજે પણ વધુ વરસાદની આગાહી અમદાવાદમાં કરવામાં આવી રહી છે. જેથી વધુ વરસાદ અમદાવાદમાં પડતા વધુ સ્થિતિ  અમદાવામાં પાણી ભરાતા બગડી શકે છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગઈકાલે વરસાદ ખાબક્યો હતો ત્યારે ઘણા લોકો વરસાદમાં સાંજે ફસાયા પણ હતા. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. એસજી હાઈવે, પ્રહલાદનગર, રીંગ રોડ સહીતના વિસ્તારોમાં ભારે ટ્રાફીક સર્જાયો હતો. ત્યારે સોસાયટીઓ, રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા.

Related posts

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

ઉસમાનપુર દરગાહ પર મૌલવી સહિત ૧૨ જેટલા લોકોની અટકાયત

Ahmedabad Samay

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

Ahmedabad Samay

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

Ahmedabad Samay

રાજ્યના ૧૯ પી.એસ.આઇ.ની બદલીના હુકમો કરાયા

Ahmedabad Samay

અસારવા પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપૂત દ્વારા HIV પેશન્ટને કોરોના વેકસીન આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો