September 13, 2024
ગુજરાત

જૂનાગઢ – ભારે વરસાદના પગલે 750 લોકોનું નીચાણવાળા વિસ્તારથી સ્થળાંતરણ કરવામાં આવ્યું

જૂનાગઢમાં અનરાધાર પડેલા વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે વરસાદના પગલે 750 લોકોનું નીચાણવાળા વિસ્તારથી સ્થળાંતરણ કરવામાં આવ્યું હતું. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તેમજ પોલીસ અને સ્થાનિક લોકોએ મળીને જૂનાગઢમાંથી લોકોને નીચારણવાળા વિસ્તારથી સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે.

જૂનાગઢમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે રાત્રે પણ વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે જૂનાગઢમાં લોકોનું સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર પાણી ભરાતા પોલીસ, એનડીઆરએફ, સ્થાનિકોએ સંયુક્ત કામગિરી કરી રહ્યા છે.

વરસાદનું રૌદ્ર સ્વરુપ જૂનાગઢમાં સામે આવ્યું છે.ગીરનાર અને દાતારમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભવનાથ સહીતના વિસ્તારોમાં પાણી જ પાણી ફરી વળ્યા છે. દોષીપરા. મોતીબાગ, બસ સ્ટેન્ડ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી જોવા મળ્યા છે. ગીરનાર જંગલ અને દાતાર પર્વત પર વરસાદ પડતા પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સોસાયટીઓ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ઘરોમાં પાણી ફરી વળતા ક્યાંક લોકોના જીવન થંભી ગયા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.મધ્યમાંથી પસાર થતા વોકળા વિસ્તારની સોસાયટીઓના ઘરોમાં પાણી વધુ જોવા મળ્યા હતા.ત્યારે આજે પણ વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વધુ પરિસ્થિતિ વિકટ બની શકે છે.

Related posts

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

SGVP ગુરુકુલ ખાતે મેરી માટી મેરા દેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, શહીદ મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

ભારતનો ભવ્ય વિજય ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી જીતી સીરિઝ

Ahmedabad Samay

ચેતન રાવલજીને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

જો જો ગાઈડલાઈન ભંગ કરવામાં ઉત્તરાયણ બગડે નહિ, ગાઈડલાઈન એક વાર જરૂર વાંચજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો