March 25, 2025
મનોરંજન

રોકી અને રાની ફિલ્મમાં સેન્સર બોર્ડે કેટલાક ડાયલોગ્સ પર ફેરવી કાતર, 28મી એ સિનેમા ઘરોમાં આવશે ફિલ્મ

કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવવાની છે, પરંતુ તે પહેલા જ તેના પર CBFCની કાતર ચાલી ગઈ છે. આ ફેમિલી ડ્રામા ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે.

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનએ ફિલ્મની સમીક્ષા કરી હતી, જેણે તેના સંવાદોમાં ઘણા ફેરફારો સૂચવ્યા હતા. મીડીયા રીપોર્ટ અનુસાર ફિલ્મમાં ઘણી વખત ઉપયોગમાં લેવાયેલ અપમાનજનક શબ્દ ‘બી ડી’ને ‘બેહેન દી’ સાથે બદલવામાં આવ્યો છે, જ્યારે રમ બ્રાન્ડ ઓલ્ડ મોન્કને ‘બોલ્ડ મોન્ક’ સાથે બદલવામાં આવ્યો છે.

‘લોકસભા’ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ઉલ્લેખ કરતો સંવાદ કાપી નાખવામાં આવ્યો છે.’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, જેને બુધવારે તેનું સેન્સર પ્રમાણપત્ર મળ્યું હતું, તે 2 કલાક અને 48 મિનિટ લાંબી હોવાનું કહેવાય છે.

આ ફિલ્મ વિશે વાત કરતાં રણવીર સિંહે તાજેતરમાં કહ્યું હતું કે, ‘આ કરણ જોહરની ‘ક ફિલ્મ’ એ’કભી ખુશી કભી ગમ’ની અનુભૂતિ પાછી લાવે છે. આ ખૂબ જ ગંભીર વિષય છે અને તેમાં ઘણી મહેનત કરવામાં આવી છે. કરણ જોહર એ પ્રકારના સિનેમાને પાછા લાવી રહ્યા છે.

તેણે વધુમાં ઉમેર્યું, આ નવી પેઢી માટે કરણની ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’થી ઓછી નથી. હું માનું છું કે આ એક એવી ફિલ્મ છે જે લોકોને ખરેખર ખુશ કરશે. તેમના ચહેરા પર સ્મિત હશે અને તેમના હૃદયમાં હૂંફની લાગણી હશે.

Related posts

૧૦ સપ્ટેમ્બરે સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની ભૂત પોલીસ થશે રિલીઝ

Ahmedabad Samay

પૈસાની તંગીનો સામનો કરી રહ્યા હતા ફેમસ આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈ, સ્ટુડિયોમાં લગાવી લીધી ફાંસી

Ahmedabad Samay

યે રિશ્તા ક્યા કહેલાતા હૈની નાયરા વિશે જાણવા જેવી કેટલીક અજાણી વાતો, ઘણી જહેમત બાદ સિરિયલમાં કામ મળ્યું.

Ahmedabad Samay

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay

નવી ફિલ્મમાં રણવીર સિંહે આપ્યા જબરદસ્ત બોલ્ડ સીન્સ, પત્ની દીપિકા પાદુકોણ પણ જોઈને ચોંકી ગઈ

Ahmedabad Samay

Urfiએ ફરી હંગામો મચાવ્યો, ટોપલેસ થઈને તેના શરીર પર પાંદડા ચોંટાડી દીધા, ફોટો જોઈને તમારી આંગળીઓ દાંત નીચે દબાઈ જશે!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો