November 12, 2026
ગુજરાત

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલ, બોડકદેવ અને સરખેજમાં ખાબક્યો, હજૂ પડશે વરસાદ

અમદાવાદમાં ગઈકાલ સાંજથી વરસાદ વરસતા મોડી રાત સુધીમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા. સૌથી વધુ વરસાદ બોપલમાં 7 ઈંચ પડયો હતો આ ઉપરાંત  બોડકદેવ, સરખેજ સહીતના વિસ્તારોમાં પણ 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે આજે વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગઈકાલે ખાબકેલા વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે. આ પાણી હજૂ પણ કેટલાક વિસ્તારોમાં ઓસર્યા નથી. ત્યારે વધુ વરસાદ પડતા લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો

બોપલ – 7 ઈંચ
કોતરપુર – 6.25 ઈંચ
જોધપુર – 6 ઈંચ
મક્તમપુરા – 6 ઈંચ
બોડકદેવ – 6 ઈંચ
કઠવાડા – 5.65 ઈંચ
ગોતા – 5.50 ઈંચ
ચાંદખેડા – 5 ઈંચ
મણિનગર – 5 ઈંચ
ઉષ્માનપુરા – 5 ઈંચ
રાણીપ – 5 ઈંચ

મોટાભાગના વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો ત્યારે  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા. શહેરના અંડર પાસમાં પણ પાણી ભરાયા હતા. ત્યારે આ સ્થિતિ વચ્ચે વાસણા બેરેજના પણ 12 દરવાજા ખોલવામાં પડ્યા હતા. દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરતા નદીની સપાટી 128 ફૂટ કરવી પડી હતી.

Related posts

સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને ડુમસ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,સુરત એરપોર્ટ પર ૬ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Ahmedabad Samay

સુરપંચમ સ્ટુડિયો, અમદાવાદ ખાતે “કરાઓકે સુપરસ્ટાર સીઝન ૧” ફાયનલ સ્પર્ધા યોજાઇ

Ahmedabad Samay

ભાજપના નવા મંત્રીઓ એ લીધા શપથ

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

બીઝ ટ્રીઝ નેટવર્કિંગ અને બિઝનેસ કોમ્યુનિટી દ્વારા બિઝનેસ ગ્રોથ માટેના મહાસંગ્રામ એટલે “કુરુક્ષેત્ર – ૨૩”નું ભવ્ય આયોજન કરાયું

admin

અમદાવાદ: સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને ‘ઓપરેશન કાવેરી’ હેઠળ એરલિફ્ટ કરી મુંબઈ લવાયા, સ્પેશિયલ ફ્લાઇટથી અમદાવાદ લવાશે!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો